અમદાવાદઃ હિંદુ યુવતી સાથે સંબંધ બંધાતાં તેની સાથે લગ્ન કરવા માટે ઈસ્લામ છોડીને હિંદુ બની જનારા યુવક તથા તેની પત્નિને તાત્કાલિક છોડી મૂકવા ગુજરાત હાઈકોર્ટે પાલનપુર પોલીસને આદેશ કર્યો છે. હાઈકોર્ટે યુવકના ચાર દિવસના રિમાન્ડને પણ રદ કર્યા છે અને આદેશ કર્યો છે કે, નીચલી અદાલત યુગલના જામીન મંજૂર કરે. સુરત આરટીઓમાં કામ કરતા યુવકના બ્રાહ્મણ યુવતી સાથેના લગ્નનો વિવાદ ભારે ચગ્યો છે ત્યારે આ કેસમાં હાઈકોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે.
હાઈકોર્ટે રેન્જ આઈજીને આદેશ કર્યો છે કે, પાલનપુર પોલીસે આ યુગલની કરેલી ગેરકાયદેસર અટકાયત મુદ્દે તપાસ કરીને રિપોર્ટ ડીઆઈજીને સુપરત કરો. હાઈકોર્ટનું અવલોકન છે કે, પોલીસે આ કેસમાં અયોગ્ય તરફેણ કરી છે. હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, યુવક અને તેની પત્ની સુરતમાં રહેવા માગતાં હોવાથી તેમને સુરત જવા દેવામાં આવે. સુરત પોલીસ કમિશનરને આદેશ કરાયો છે કે, આ યુગલન ઓછામાં ઓછા એક માસ સુધી યોગ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવો. હાઈકોર્ટે બનાસકાંઠા પોલીસને આદેશ કર્યો છે કે, યુગલ જ્યારે તેના વતન પરત ફરે ત્યારે તેને યોગ્ય સુરક્ષા આપો.
મૂળ પાલનપુરના મુસ્લિમ યુવકને વતનની બ્રાહ્મણ યુવતી સાથે સંબંધ બંધાયા હતા. બંનેએ છ જાન્યુઆરીએ ભાગીને લગ્ન કરેલાં. યુવકે હિન્દુ ધર્મ અંગીકાર કરીને લગ્ન કર્યા હતાં અને લગ્નની નોંધણી રાજસ્થાનના સિરોહીમાં કરાવીને હનીમુન માટે કેરળ ગયા હતા.
યુવતીના પિતાએ પાલનપુર ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી હતી કે, યુવક પરિણિત છે અને પોતાને કુંવારો ગણાવીને છેતરપિંડી કરી છે. યુવકે ધર્મપરિવર્તન કરીને ગુજરાત ફ્રિડમ ઓફ રિલિજીયન એક્ટનો પણ ભંગ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ કાયદા મુજબ ધર્મપરિવર્તન કરવા માટે મંજૂરી મેળવવી પડે છે. આ ફરિયાદ બાદ પોલીસે કેરળ જઈને યુગલની અટકાયત કરીને યુવક સામે ગુજરાત ફ્રિડમ ઓફ રિલિજીયન એક્ટ હેઠળ ફરિયાદ નોંધી હતી.
હાઈકોર્ટમાં યુવકના ભાઈએ હેબિયસ કોર્પસ કરી હતી કે, તેના ભાઈ અને તેની પત્નીને પોલીસે ખોટી રીતે અટકાયત કરીને જેલમાં પૂર્યા છે. તેનો ભાઈ સુરત આરટીઓનો કર્મચારી છે. પાલનપુર પોલીસે તેના ભાઈની 9 જાન્યુઆરીએ ગેરકાયદેસર રીતે અટકાયત કરીને છેક 15 જાન્યુઆરીએ ફરિયાદ નોંધી હોવાનો આક્ષેપ કરાયો હતો.
સુરતઃ પાલનપુરના મુસ્લિમ યુવકને બ્રાહ્મણ યુવતી સાથે બંધાયા સંબંધ, પ્રેમિકા સાથે લગ્ન કરવા બની ગયો હિંદુ, પોલીસ કેરળથી ઉઠાવી લાવી ને......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jan 2021 10:18 AM (IST)
મૂળ પાલનપુરના મુસ્લિમ યુવકને વતનની બ્રાહ્મણ યુવતી સાથે સંબંધ બંધાયા હતા. બંનેએ છ જાન્યુઆરીએ ભાગીને લગ્ન કરેલાં. યુવકે હિન્દુ ધર્મ અંગીકાર કરીને લગ્ન કર્યા હતાં અને લગ્નની નોંધણી રાજસ્થાનના સિરોહીમાં કરાવીને હનીમુન માટે કેરળ ગયા હતા.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -