Gujarat University:ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે મોટી કાર્યવાહી કરતા 14 આરોપીની ધરપકડ કરી છે.આ મામલે અગાઉ મુખ્ય આરોપી સન્ની ચૌધરી અને સની સિંઘની પણ ધરપકડ થઇ ચૂકી છે. ઉલ્લેખનિય છે કે, 11 જુલાઈએ યુનિવર્સિટના એસેસમેન્ટ સેન્ટરમાંથી ઉત્તરવહી ગુમ થવા મામલે ફરિયાદ નોંધાઈ હતી.
મુખ્ય આરોપી સની અને અમિત વિદ્યાર્થી પાસે પેન્સિલથી હેશ કરેલ નિશાની કરાવતાં હોવાનું સામે આવ્યું હતું. પેપરની ઓળખ માટે ઉત્તરવહીમાં આગળના ભાગે સ્વસ્તિકનું નિશાન કરાવતા હતા. મુખ્ય આરોપી રાતના સમયે જુના વાડજ બસ સ્ટેન્ડ પાસે બોલાવતા અને મોબાઈલ બંધ કરી, આંખે પાટા બાંધી સની મકાનમાં લઈ પેપર લખાવતા, ટેલીગ્રામ અને ઇન્સ્ટા મારફતે વિદ્યાર્થીનો સંપર્ક કરતા હતા. સન્ની અને અમિત અસેમેન્ટ સેંટર પરના પ્યુનને આ લિસ્ટ આપતા હતા. પ્યુન લીસ્ટ મળતા ડીલ થયેલા વિદ્યાર્થીઓ ની ઉત્તરવહી આપતો હતો. બાદ ઉત્તરવહી બહાર વાડજ લઈ જવામાં આવતી હતી. સની, અમીત અને સંજય ૮૦ ટકા ઉત્તરવહી કૌભાંડમાંથી મળતી રકમ મેળવતા હતા અને બાકીની ૧૦ ટકા રકમ ૩ એજન્ટ પાસે રહેતા
નીચેના આ 14 આરોપીની આજે ધરપકડ કરવામાં આવી છે
1.દર્શિત રજનીકાંત પટેલ (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)
2.સ્મિત ભીખાભાઇ પરજાતિ(બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)
3.યાજ્ઞિક નીતિનભાઇ બેરડિયા(બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)
4.મીત કુમાર રેવાભાઇ દેસાઇ(બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)
5.શીયા ડો ઓ દિનેશકુમાર પટેલ (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)
6હેનીન દિનેશ કુમાર (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)
7બિનલબેન જગદિશભાઇ પટેલ(બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)
8.કિરણ કુમાર સોલંકી (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)
9.ફતેહ મોહમ્મદ અબ્બાસ અલી વિજાપુર (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)
10 સાહિલ કાદરભાઇ દલાલ (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)
11.નાહિલ હાસમભાઇ દલાલ (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર
12.વિહાર કમલેશભાઇ(બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)
13.આસિફ અલી મહેંદીસૈન (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)
14.દિગ્વિજય સિંહ સંજયસિંહ ઠાકોર (બી.એસ.સી નર્સિગ- ફોર્થ યર)