અમદાવાદઃ રેલમંત્રી સુરેશ પ્રભુએ બુધાવારે કહ્યું હતું કે, વર્તમાન નવી રેલ ગાડિયોમાં સ્વસચ્છતા રાખવા માટે જૈવ શૌચાલય લગાવામાં આવશે. મંત્રીએ 175 કિલોમીટર લાંબી ગ્રીન કોરિડોર રેલવે પાટાનું ઉદ્દઘાટન સમયે કહ્યું હતું.

રેલમંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે, તમામ વર્તમાન રેલગાડીઓમાં જૈવ શૌચાલય લગાવવામાં આવશે. જેથી કરીને રેલવે પાટા માનવ મળથી મુક્ત બનાવી શકાય. પહેલા અમે પશ્ચિમ ભારતમાં ગ્રીન કોરિડોરની શરૂઆત કરી હતી. મંત્રીએ 141 કિલોમીટર લાંબી ઓખા- કનાલસ રેલવે માર્ગ અને 34 કિલોમીટર લાંબા પોરબંદર-વાનસજલિયા રેલવે માર્ગનું ઉદ્ધઘાટન કર્યું હતું. રેવલે દ્વારા 29 રેલ ગાડીઓના 700 ડબાઓમાં જૈવ શૌચાલય લગાવ્યા છે.

પ્રભુએ જણાવ્યું હતું કે, "નવી રેલ ગાડીઓમાં જૈવ શૌચાલય લગાવું સરળ છે. પરંતુ જૂની રેલ ગાડીઓમાં તેને લગાવુ અઘરું છે. અમે 85,000 જૈવ શૌચાલય બનાવવાનો કોટ્રાક્ટ આપી દીધો છે." રેલ રાજ્ય મંત્રી મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે, ગ્રીન કોરિડર શરૂ કરશે.