અમદાવાદઃ એન્કાઉન્ટર કેસમાં આરોપી એન.કે.અમીન અને તરુણ બારોટને અપાયેલી નિયુક્તિ સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ છે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે નિવૃતિ બાદ પણ તરુણ બારોટને કોન્ટ્રાક્ટ પર  ડીવાયએસપી તરીકે નિમણૂક અપાઈ એન.કે. અમીનને પણ કોન્ટ્રાક્ટ પર સેવામાં લેવાયા હતા. પોલીસ સેવામાં નિવૃતિ બાદ કોંટ્રાક્ટ પર રાખી શકાય નહીં તેવી રજૂઆત અરજદારે કરી છે. બંને નિવૃત પોલીસ કર્મીઓને નિવૃત બાદ અપાયેલી નિયુક્તિ જાહેરહિતમા ન હોવાનું અરજીમાં રજૂઆત કરવામાં આવી છે. હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.