અમદાવાદ: ભાજપના સિનિયર નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વહેલી સવારે તબિયત નાદુરસ્ત થતા અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ દાખલ કરાયા છે. વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આજે સાંજે બાયપાસ સર્જરી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો જન્મ 8 મે 1950ના રોજ થયો હતો. તેમના પત્નીનું નામ ક્રિષ્નાબા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે જ્યારે તેમના માતાનું નામ કમળાબા મનુભા ચુડાસમા છે. તેમણે વર્ષ 1970માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએ કર્યું છે. તેમજ વર્ષ 1973માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એડ કર્યું છે અને વર્ષ 1978માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 1990થી મંત્રી પદે રહ્યા હતા. જ્યારે 2019ની વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા વિધાનસભામાંથી ચૂંટાયા બાદ તેઓ પ્રથમ વખત શિક્ષણ મંત્રી અને કાયદા મંત્રી બન્યા હતા. જો કે તેમની જીત બાદ વિવાદ પણ થયો હતો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.
ભાજપે રાજ્યસભાની ચૂંટણીના બે ઉમેદવારોના નામની કરી જાહેરાત
ભાજપે રાજ્યસભાની ચૂંટણીના બે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ દેસાઇ અને વાંકાનેર સ્ટેટના મહારાજા કેસરીદેવસિંહજી ઝાલાને ઉમેદવાર બનાવ્યા હતા. આવતીકાલે ઉમેદવારી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે.
શા માટે કેસરીદેવસિંહની થઈ પસંદગી
કેસરીદેવસિંહની પક્ષમાં કામગીરી
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા રહી હતી. દાયકાઓ બાદ વાંકાનેરની બેઠક પર ભાજપને સત્તા મળી હતી. કોંગ્રેસના પીરજાદાની હાર માટે કેસરીદેવસિંહની રણનીતિ સફળ રહી હતી. આ ઉપરાંત તેઓ પક્ષમાં અનેક જવાબદારીઓ નીભાવી ચૂક્યા છે. તેઓ 2011થી ભાજપના સક્રિય સભ્ય છે. 2014,2019 લોકસભા ચૂંટણીમાં ચૂંટણી લક્ષી જોગવાઈઓની જવાબદારી પણ તેમણે સંભાળી છે. 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈન્ચાર્જની જવાબદારી સંભાળી હતી. તેઓ રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પ્રમુખ રહ્યા છે. રાજકીય ઉપરાંત સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ અનેક પ્રવૃતિઓ સાથે તેઓ સંકળાયેલા છે.
કેસરીદેવસિંહની સામાજિક, ધાર્મિક પ્રવૃતિઓ
કેસરીદેવસિંહ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના યુવા પાંખના પ્રમુખ છે. અમરસિંહજી હાઈસ્કૂલના ઉપપ્રમુખ, રમાકુંવરબા કન્યા છાત્રાલયના ટ્રસ્ટી, બોયસ બોર્ડિંગના ટ્રસ્ટી છે. 9 વર્ષથી જન્માષ્ટમી સેવા સમિતિ સાથે સંકળાયેલા છે. તેઓ વર્ષોથી ગણપતિ ઉત્સવનું આયોજન કરે છે. તમામ જ્ઞાતિના ધાર્મિક કાર્યક્રમોમાં અચૂક હાજરી આપે છે. કેશરીદેવસિંહ અને આ તમામ કારણોથી જ સમગ્ર વાંકાનેરની જનતા તેમના પ્રિય નેતા અને રાજાને પ્રજાના પ્રતિનિધિ તરીકે જોવા ઈચ્છે છે. મહારાજા દિગ્વિજયસિંહનું નિધન થતા તેમના પુત્ર કેશરીદેવસિંહનું માર્ચ 2022માં રાજતિલક કરાયું હતું.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial