અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની OBC જાતિને લઈને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના પલટવાર બાદ હવે ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ અને ભાજપના રાજ્યસભા સાંસદ નરહરિ અમીને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, “જ્યારે હું કોંગ્રેસ સરકારમાં ડેપ્યુટી સીએમ હતો, ત્યારે સરકારે સૂચના આપી હતી કે મોઢ-ઘાંચી ઓબીસી હેઠળ આવે છે. પીએમ મોદીનો પણ આ મોઢ-ઘાંચી સાથે સંબંધ છે.


 




રાહુલ ગાંધીએ લોકોની માફી માંગવી જોઈએ
બીજેપી સાંસદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરતા આ માહિતી આપી છે. જેમાં તેણે લખ્યું છે કે "રાહુલ ગાંધી આવા નિવેદનો કરીને OBC સમુદાયનું અપમાન કરી રહ્યા છે." સાંસદ નરહરિ અમીને વધુમાં લખ્યું છે કે, “જ્યારે કોંગ્રેસ સરકારે 25 જુલાઈ 1994ના રોજ કહ્યું હતું કે મોઢ-ઘાંચી ઓબીસીમાં આવે છે, ત્યારે નરેન્દ્ર મોદી ન તો સાંસદ હતા કે ન તો ધારાસભ્ય હતા. મુખ્યમંત્રી તો દૂરની વાત છે. બીજેપી સાંસદ નરહરિ અમીને રાહુલ ગાંધી પાસે માંગ કરી છે કે તેઓ તેમના નિવેદન બદલ ગુજરાતની જનતાની તાત્કાલિક માફી માંગે અને જુઠ્ઠાણું ફેલાવવાનું બંધ કરે. તેમણે કહ્યું, "એક વ્યક્તિ જે પોતાનું ગોત્ર પણ નથી જાણતો તે આજે ગરીબ પરિવાર અને તેલી સમુદાયમાં જન્મેલા વડાપ્રધાનને OBC પ્રમાણપત્ર આપી રહી છે!"


રાહુલ ગાંધીએ પીએમ મોદીની જાતિને લઈને નિવેદન આપ્યું હતું
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય પછાત જાતિ (ઓબીસી) સમુદાયના નથી કારણ કે તેમનો જન્મ સામાન્ય વર્ગમાં થયો હતો. ભારત જોડો ન્યાય યાત્રાના ઓડિશામાં એક જાહેર રેલીને સંબોધતા, વાયનાડના સાંસદે કહ્યું, “જ્યારે પણ ભાજપના કાર્યકરો તમારી પાસે આવે છે, ત્યારે તેમને એક વાત કહો કે અમારા વડા પ્રધાને આખા દેશને ખોટું કહ્યું કે તેઓ પછાત વર્ગના છે.  તેઓ પછાત વર્ગમાં જન્મ્યા નથી, તેઓ સામાન્ય જાતિના છે. તમે આ વાત ભાજપના દરેક કાર્યકર્તાને કહો.


ભાજપે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો
તે જ સમયે, ભાજપે પીએમ મોદીની જાતિ પર રાહુલ ગાંધીના નિવેદન પર પણ વળતો પ્રહાર કર્યો છે. ભાજપનું કહેવું છે કે આ સંપૂર્ણપણે પાયાવિહોણું અને ઘોર જુઠ્ઠાણું છે. PM મોદીની જાતિને 27 ઓક્ટોબર 1999 ના રોજ OBC તરીકે સૂચિત કરવામાં આવી હતી, તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તેના 2 વર્ષ પહેલા.