પ્રદેશ બીજેપીના 7 નેતાઓને સોપાઇ મહાનગરોની જવાબદારી, એક અઠવાડીયુ ચાલશે બઠકો
abpasmita.in
Updated at:
10 Sep 2016 09:38 PM (IST)
NEXT
PREV
અમદાવાદઃ આજથી ભાજપની પ્રદેશ જીલ્લા, મહાનગરની પૂર્ણ દિવસની બેઠકોનો પ્રારંભ થયો છે. જેમા બીજેપી પ્રદેશના ૭ આગેવાનો વિવિધ જિલ્લાના સંગઠન અને ચુંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક કરાશે. જે બેઠકો આગામી પખવાડીયા સુધી ચાલશે. પ્રદેશના આગેવાનોમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પરશોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, ભીખુ દલસાણિયા, આઇ. કે. જાડેજા, ભાર્ગવ ભટ્ટ અને કૌશિક પટેલ આગામી પખવાડીયા દરમિયાન તેમના નિર્ધારિત જિલ્લા મહાનગરનો પ્રવાસ કરી સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. તેમજ જિલ્લામાં રહેતા પ્રદેશના આગેવાનો, મોરચા-સેલ પદાધિકારી, મંડલ-પ્રમુખ મહામંત્રી, સાંસદ, ધારાસભ્યો, બોર્ડ-નિગમના ચેરમેન-વાઇસ ચેરમેન, સહકારી સંસ્થાના આગેવાનો સહિત જીલ્લા કારોબારીના સદસ્યો સાથે બેઠક કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -