અમદાવાદઃ દેશભરમાં રેલવેમાં મુસાફરી કરતા અને રેલ્વે સ્ટેશન પર આવેલ વિશ્રામગૃહનો ઉપયોગ કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. હવે દેશના કોઇપણ રેલ્વે સ્ટેશને કલાક પ્રમાણે ભાડું ચૂકવી વિશ્રામગૃહ બુક કરાવી શકાશે. અત્યાર સુધી રેલ્વે સ્ટેશન પર આવેલ વિશ્રામગૃહમા 12 અને 24 કલાક પ્રમાણેનું ફિક્સ ભાડું વસુલવામાં આવતું હતું. પરંતુ હવે મુસાફરોને કલાક પ્રમાણેનું ભાડું ચૂકવીને વિશ્રામગૃહ બુક કરાવી શકશે.
રેલ્વે મંત્રાલયે નિર્ણય ક્રયો છે કે હવેથી મુસાફરો કલાક પ્રમાણેનું ભાડું ચૂકવીને ઓછામાં ઓછા ત્રણ કલાક અને વધુમાં વધુ 48 કલાક માટે દેશભરમાં આવેલા રેલ્વે સ્ટેશનના વિશ્રામગૃહ બુક કરાવી શકશે. હાલમાં વેસ્ટન રેલવેના મુંબઈ સુરત અને અમદાવાદ સ્ટેશન પર આ સુવિધાનો પ્રારંભ કરાયો છે.
આ સુવિધાનો ઉપયોગ માટે મુસાફર IRCTCની વેબ સાઈડ પરથી ઓનલાઇન વિશ્રામરુમ બુકિંગ કરાવી શકશે તથા રેલ્વે સ્ટેશન પરથી પણ બુકિંગ કરાવી શકાશે. આ સુવિધાને કારણે અન્ય સ્થળેથી આવનાર મુસાફરો ઓછા ભાડામાં વિશ્રામગૃહની સુવિધાઓનો લાભ લઇ શકશે. જેને લઇને મુસાફરો રેલ્વે મંત્રાલયના આ નિર્ણયને આવકારી રહ્યા છે.
રેલવેના વિશ્રામગૃહનું ભાડુ આ મુજબ હતું.
ડીલક્ક્ષ એસી રૂમ- 1125
એસી રૂમ- 975
નોન એસી રૂમ- 625
ડોરમેટ્રી એસી રૂમ- 375
ડોરમેટ્રી નોન એસી રૂમ- 225
પરંતુ હવે આ દરો પ્રમાણે જેટલા કલાક મુસાફર રૂમનો ઉપયોગ કરવા માગતા હશે તે હિસાબે રૂમની વિવિધ સુવિધાઓ પ્રમાણે અને કલાક પ્રમાણે ભાડુ વસુલવામાં આવશે. જેથી મુસાફરની સુવિધાઓમાં વધારો થશે તો સાથે જ રેલ્વેના વિશ્રમારૂમનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યામાં વધારો થશે તો રેલ્વેની આવકમાં પણ વધારો થશે.
રેલ્વે સ્ટેશન પરના આવેલ રૂમમાં ઉપયોગ પ્રમાણે કે કલાક પ્રમાણે મુસાફર પાસેથી દરો વસુલવાના રેલ મંત્રાલય અને પ્રભુના નિર્ણયને મુસાફરો આવકારી રહ્યા છે તો સાથે રેલ્વેના અધિકારીઓ પણ માની રહ્યા છે કે આ નિર્ણને કારણે રેલ્વેને પણ ચોકસથી ફાયદો થશે.