અમદાવાદઃ શુક્રવારે મળેલી બે દિવસીય કારોબારોમાં POK માં કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇક પર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો જેમા જવાનોને અને કેંદ્રની મોદી સરકારને અભિનંદન પાઠવવામાં આવ્યો હતો. તેમજ ઉરી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપીને શોક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. તેમજ કેંદ્ર અને રાજ્ય સરકાર દ્વારા કવરામાં આવતી કામગીરી પર પણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ બેઠક દ્વારા બીજેપીના પ્રદેશ કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો ભરવા માટે મહત્વો રહેશે. આવતા વર્ષે વિધાનસભાની ચુંટણી આવી રહી છે જેને લઇને પણ આ બેઠક ઘણી મહત્વની બની રહેશે.
આણંદના બાકરોલમાં પ્રદેશ ભાજપની કારોબારી મળી હતી. 2 દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં જિલ્લા પ્રમુખોને બુથ સ્તર સુધી એક દિવસ પૂર્ણ સમયનો કેમ્પ કરવા આદેશ અપાયા છે. એક દિવસના કેમ્પમાં બુથસ્તરના કાર્યકર્તાઓને મળીને તેમની નારાજગી દૂર કરવાના સૂચન કરાયા છે. બુથસ્તર સુધી કાર્યકર્તાઓને વિશ્વાસમાં લેવા કહેવાયું છે. દિવાળી સહિતના ઉત્સવોમાં સ્નેહ મિલન સહીતના પક્ષના કાર્યક્રમો કઈ રીતે અસરકારક થાય તે અંગે રણનીતિ પણ નક્કી કરાવામાં આવી છે. 2017ની ચૂંટણીને અનુલક્ષીને આગામી કાર્યક્રમો પર થઇ ચર્ચા વિચારણા કરવામાં આવી છે.
બીજેપીની આજથી મળી રહેલી બે દિવસીય પ્રદેશ કારોબારીની બેઠકની શરૂઆત બાકરોલ આત્મિય વિઘાધામમાં થઇ છે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી બીજેપીની પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ પ્રભાવી દિનેશ શર્મા અને મંત્રી પુરુષોત્તમા રૂપાલા સહિતના પદાધિકીરો ઉપસ્થિત રહ્યા હતા. આવતા વર્ષના અંતમા યોજનાર વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને આ પ્રદેશ કારોબારી મહત્વની માનવામાં આવી રહી છે. આ બે દિવસની બેઠકમાં ચુંટણી લગતી રણનીતિ ઘડવામાં આવશે. તેમજ રાજ્યમાં ચાલી રહેલા દલિત આંદોલન અને પાટીદાર આંદોલન શાંત પાડવા માટે શુ કરી શકાય તે અંગ પણ ચર્ચા થઇ શકે છે.