અમદાવાદઃબોલિવૂડ એક્ટર સોનુ સૂદ આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે તેવી ચર્ચાઓ વહેતી થઇ છે ત્યારે તેણે અમદાવાદમાં ગુજરાત આપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. એક ખાનગી હોટલમાં થયેલી મુલાકાતમાં આપ ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને આપ નેતા ઇશુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સોનુ સૂદ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ મુલાકાત બાદ સોનુ સૂદ આપમાં જોડાશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. ત્યારબાદ સોનુ સૂદે અમદાવાદની ખાનગી હોટેલમાં આપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. અભિનેતા સોનુ સુદ કોરોનાકાળમાં સેવાકીય કાર્યો કરવાના કારણે લોકોમાં પ્રિય થયો છે.
દિલ્હીના મુખ્યમંત્રી સાથેની બેઠક પછી તેની ઓફિસ અને ઘરમાં આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા એવુ માનવામાં આવી રહ્યું છે. તે ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે. એક ઇન્ટરવ્યૂમાં સોનુ સુદે ખુલાસો કર્યો હતો કે તેને બે પાર્ટી તરફથી રાજ્યસભાની સીટ ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે તેને ફગાવી દીધી
ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી
સુરત, નવસારી, અને જામનગરમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે સુરતમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં નદી-નાળા છલકાયા. સુરતના કડોદરા, પલસાણા, કીમ, માંડવી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં હજુ પણ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી હતી.
હવામાન વિભાગની કહેવા અનુસાર આગામી પાંચ દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. તે સિવાય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. પાંચ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ રાજ્યમાં વરસી શકે છે. રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે રહેશે વરસાદી માહોલ રહેશે. મધ્ય પ્રદેશ ઉપર પર એક સર્ક્યુલેશન સિસ્ટમ ઉદભવતા વરસાદ વરસી શકે છે. રાજ્યમાં હજુ પણ 15 ટકા વરસાદની ઘટ છે.