AHMEDABAD : કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 10 એપ્રિલથી 18 વર્ષથી ઉપરના લોકો માટે કોરોનાની રસીના બુસ્ટર ડોઝ (Booster dose )ખાનગી હોસ્પિટલ્સમાં આપવાની સરકારે જાહેરાત કરી છે. જો કે સરકારની આ જાહેરાત વચ્ચે વેક્સીનના ભાવની સ્પષ્ટતાના અભાવે અમદાવાદની  ઘણી ખાનગી હોસ્પિટલોમાં બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત નથી થઈ. હોસ્પિટલ્સ રસીના અને સર્વિસ ચાર્જના કેટલા નાણાં લાઇ શકશે એને લઈને સ્પષ્ટતા નહિ હોવાના કારણે વિલંબ થયો હોવાનો હોસ્પિટલ સ્ટાફે  સ્વીકાર કર્યો છે.


સાથે એમ પણ કહ્યું છે કે આજ સાંજ સુધીમાં સ્પષ્ટતા બાદ આવતી કાલથી મોટા ભાગની ખાનગી હોસ્પિટલ્સમાં રસીના બુસ્ટર ડોઝ અપાશે. એચ.સી.જી. અને સિમ્સ હોસ્પિટલ્સમાં આવતી કાલથી બુસ્ટર ડોઝ અપાશેબુસ્ટર ડોઝ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને સ્લોટ બુકીંગ જરૂરી રહેશે. 


રવિવાર એટલે કે આજથી દેશના તમામ પુખ્ત વયના લોકો કોવિડ-19 સામે બૂસ્ટર રસીનો ડોઝ મેળવવા માટે પાત્ર છે. કેન્દ્ર સરકારે આ સપ્તાહની શરૂઆતમાં તેની જાહેરાત કરી હતી. ભારતમાં કોરોના વાયરસના નવા કેસો મળી આવતા આ જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ માત્ર આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો ત્રીજા ડોઝ માટે પાત્ર હતા.


અમે તમને જણાવી દઈએ કે કોવિડ-19 સાવચેતીનો બૂસ્ટર ડોઝ ખાનગી કેન્દ્રો પર તમામ પુખ્ત વયના લોકો માટે ઉપલબ્ધ હશે. દરમિયાન, સરકારનું મફત રસીકરણ અભિયાન સરકારી કેન્દ્રો પર ચાલુ રહેશે. અહીં, વૃદ્ધો, ફ્રન્ટલાઈન કાર્યકરો અને આરોગ્ય કર્મચારીઓને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે જેમણે પ્રથમ અને બીજો ડોઝ મેળવ્યો છે.


બૂસ્ટર ડોઝ માટે નાગરિકોને તેમના  તમારા પ્રથમ અને બીજા ડોઝ જેવી જ રસી આપવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો પ્રથમ અને બીજા ડોઝના સમયે Covishield આપવામાંઆવી  હોય, તો તેવા નાગરિકોને  Covishield નો બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવશે.