બોટાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગઢડાના પ્રવાશે ન આવવા ગઢડા નગરપાલિકાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તારીખ 17 ઓક્ટોબરના રોજ ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે પાટોત્સવ યોજાવાનો છે. સ્થનિક ધારાસભ્ય કે સ્થાનિક આગેવનોને વિશ્વાસમાં લીધા વગર મંદિર સત્તાધીશોએ મુખ્યમંત્રીને આમત્રણ આપતા કાર્યકરો નારાજ થયા છે.


પત્રમાં મંદિરની કામગીરી ભાજપ વિરુદ્ધની હોય તેવો ઉલ્લેખ કરાયો છે. મુખ્યમંત્રીને પ્રવાસ રદ કરવા પત્રમાં ઉલ્લેખ કરાયો છે. સ્થાનિક ભાજપ તેમજ નગરજનોની નારાજગી હોય જો આપ આવશો તો 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને નુકશાન થવાની વાતનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. 






ગુજરાતમાં ધોરણ 1થી 5ના ક્લાસ આ મહિને જ ચાલુ કરી દેવાશે, જાણો શિક્ષણ મંત્રી વાઘાણીએ કરી શું મોટી જાહેરાત ? 


રાજકોટઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીમું પડતા ધીમે ધીમે છૂટછાટ વધારવામાં આવી રહી છે. આ સાથે સ્કૂલો પણ એક પછી એક ખોલવામાં આવી રહી છે. ત્યારે ગઈ કાલે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે સ્કૂલ ફી અને ધોરણ 1થી 5ની સ્કૂલો ખોલવા મુદ્દે નિવેદન આપ્યું હતું. સૂત્રોના મતે દિવાળી પહેલા શાળાઓ શરૂ કરવાની રાજ્ય સરકારની તૈયારી છે. 


રાજકોટ ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગના અગ્રણીઓ, સચિવ અને આરોગ્ય વિભાગ તથા મનોચિકિત્સકને સાથે રાખીને કમિટીની રચના કરશે. કમિટીના રિપોર્ટ બાદ શાળાઓ શરૂ કરવાને લઇને નિર્ણય લેવાશે.


જોકે, ફીના મુદ્દે શિક્ષણ મંત્રી અજાણ હોવાના દ્રશ્યો ઉભા થયા હતા. એબીપી અસ્મિતા વાઘાણી પૂછ્યું ફી નું માળખું ક્યારે જાહેર કરશો. વાઘાણી કહ્યું તમે અજાણ છો. જાહેર થઈ ગયું છે. બાદમાં કહ્યું વિભાગ સાથે ચર્ચા કરીને કરીશું. રાજ્યના શિક્ષણ મંત્રી ફી ના માળખા વિશે અજાણ.