અમદાવાદઃ સ્કૂલ ફીના મુદ્દે ABP અસ્મિતા પાસે એક્સક્લુઝીવ જાણકારી આવી છે. રાજ્ય સરકારની સમાધાનની ફોર્મ્યુલા સ્વીકાર્ય નહીં હોવાનું શાળા સંચાલકોએ કોર્ટમાં કરેલા સોગંદનામામાં જણાવ્યું છે.

ફી રેગ્યુલેટરી કમિટીએ મંજુર કરેલી ફી પ્રમાણે શાળા સંચાલકો 5થી 12 ટકાનો ફી વધારો લઈ શકે, પણ શાળા સંચાલકો આ વધારો હાલ જતો કરવા તૈયાર છે. ગત વર્ષની ફી જ યથાવત રાખીને વાલીઓને 5થી 12 ટકા સુધીની ફીની રાહત આપી રહ્યા હોવાની સંચાલકોની રજુઆત છે.

જે વિદ્યાર્થી ફી ભરી શકે એમ નહીં હોય તો કેસ ટુ કેસ બેઝિઝ પર 10 ટકાથી 100 ટકા સુધીની ફી માફ કરવા શાળા સંચાલકોની તૈયારી છે. ફિક્સ ટકાવારી પર ફી ઘટાડવાની સરકારની સમાધાનની વાત શાળા સંચાલકોને સ્વીકાર્ય નહીં, સંચાલકોએ આપેલી ફોર્મ્યુલા સરકારને સ્વીકાર્ય નહીં હોવાનો સોગંદનામામાં દાવો કરાયો છે. શુક્રવારે ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચ સમક્ષ સુનાવણી થશે.