live updates: બ્રિટનના વડાપ્રધાને ગાંધી આશ્રમની મુલાકાત લીધી, આશ્રમમાં ચરખો કાંત્યો
બોરિસના સ્વાગત માટે એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધીના રુટ ઉપર રોડશો આયોજીત કરવામાં આવ્યો છે.
બ્રિટનના પ્રધાનમંત્રીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. દરમિયાન તેમણે ચરખો કાંત્યો હતો. ગાંધીજીના અહિંસા અને સાદગી ના મૂલ્યોને વાગોળ્યા હતા.
અમદાવાદ એરપોર્ટ ખાતે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનું ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું.
આ સાથે જ બોરિસ જોનસન ગુજરાત બાયોટેક્નોલોજીની પણ મુલાકાત લેવાના છે. તેમની આ મુલાકાત બંને દેશો વચ્ચે શિક્ષણ, આરોગ્ય અને ટેકનોલોજીમાં સહયોગ પર કેન્દ્રિત છે. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી હયાત રેજન્સી નામની હોટલના બુલેટ પ્રુફ સ્યૂટમાં રોકાશે.
બ્રેકગ્રાઉન્ડ
અમદાવાદઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આજથી ભારત પહોંચ્યા છે. બ્રિટનના વડાપ્રધાન આજે અમદાવાદ પહોંચ્યા છે. બોરિસ જોનસન ગુજરાતના પ્રવાસે આવનારા બ્રિટનના સૌપ્રથમ વડાપ્રધાન છે. .બોરિસ જોનસન તેમના બે દિવસીય ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરવા જઇ રહ્યા છે. બોરિસના સ્વાગત માટે એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધીના રુટ ઉપર રોડશો આયોજીત કરવામાં આવ્યો છે. સમગ્ર રૂટ ઉપર ચાલીસ સ્ટેજ બનાવાયા છે. આ સ્ટેજ ઉપરથી ગુજરાત અને દેશની સંસ્કૃતિને ઉજાગર કરાશે.રોડ શો બાદસાબરમતી આશ્રમની મુલાકાત લેશે. આ સાથે જ બોરિસ જોનસન ગુજરાત બાયોટેક્નોલોજીની પણ મુલાકાત લેવાના છે...
- - - - - - - - - Advertisement - - - - - - - - -