અમદાવાદઃ શહેરના અખબારનગર અંડરપાસના થાંભલા સાથે બીઆરટીએસ બસને અકસ્માત નડ્યો છે. બસનો અકસ્માત એટલો ભયંકર હતો કે, અડધી બસ વચ્ચેથી ચિરાઇ ગઈ છે. આ અકસ્માતમાં બે લોકોને ઇજા પહોંચી છે. બસ ડ્રાઇવરનું નામ રમેશ મકવાણા હોવાનું સામે આવ્યું છે. જેને અસારવા સિવિલ દાખલ કરાયો છે.
બસમાં ક્ષતિ અથવા ડ્રાઈવરને શારીરીક કોઈ તકલિફ થઈ હોવાનુ બીઆરટીએસનુ પ્રથમિક અનુમાન છે. બસમાં મુસાફર ન હતા જેથી મોટી દુધટના ટળી છે. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે, આ ગમખ્વાર અકસ્માત થયો ત્યારે બસની સ્પીડ 60 ઉપર હતી ? અકસ્માત બાદ જામ થયેલી સિસ્ટમે ખુલાસો છે કે, સ્પીડ મિટરમાં 60 ઉપર કાંટો લોક થયો છે. ડ્રાઈવર સાથે એક સુપર વાઈઝર પણ હતો. બંનેને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. હોસ્પિટલ ખસેડાયા ત્યારે બંને બંને ભાનમાં હતા.
અમદાવાદઃ અખબારનગર અંડરપાસના થાંભલા સાથે BRTS ભટકાતા વચ્ચેથી ચિરાઇ ગઈ, કેટલી સ્પીડમાં ચાલતી હતી બસ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Dec 2020 03:51 PM (IST)
બસમાં ક્ષતિ અથવા ડ્રાઈવરને શારીરીક કોઈ તકલિફ થઈ હોવાનુ બીઆરટીએસનુ પ્રથમિક અનુમાન છે. બસમાં મુસાફર ન હતા જેથી મોટી દુધટના ટળી છે. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે, આ ગમખ્વાર અકસ્માત થયો ત્યારે બસની સ્પીડ 60 ઉપર હતી ?
તસવીરઃ અખબારનગર અંડરપાસના થાંભલા સાથે બીઆરટીએસ બસને અકસ્માત નડ્યો છે. બસનો અકસ્માત એટલો ભયંકર હતો કે, અડધી બસ વચ્ચેથી ચિરાઇ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -