અમદાવાદઃ ગુજરાતના દિગ્ગજ આદિવાસી નેતા અને બીટીપીના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાજેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે. આ સમયે ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, રાજેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે. સંવિધાનિક અધિકારો માટે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. છેલ્લા 12 વર્ષથી રાજેશ વસાવા આદિવાસીઓના અધિકાર માટે તેઓ લડે છે. શિક્ષિત યુવા નેતા છે, કોંગ્રેસ જ યોગ્ય પક્ષ છે તેવું તે માનીને કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસને તેઓ મજબૂત કરશે તેવી આશા રાખું છું.
કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, રાજેશ વસાવા આજે કોંગ્રેસમાં જોડાયા છે. તમને આજે કોંગ્રેસમાં સ્વીકાર કરું છું. વર્ષોથી સામાજિક અને આર્થિક લડાઈ તેમને લડી. ભાજપની કિન્નખોરી સામે લડાઈ આપીશું. અદિવસી વિસ્તરમાં વિકાસ થઈ રહ્યો નથી.
નીતિન પટેલે કોંગ્રેસના કયા નેતાને કહ્યું, 'તમારે બારમુ જ છે, ઉજવણી ક્યાય નથી'
ગાંધીનગરઃ ભાજપના સિનિયર ધારાસભ્ય નિતિન પટેલે એક પ્રશ્નનો ચાવડાને વળતો જવાબ આપતાં કહ્યું કે, તમારે બધુ બદલાયું છે. તમારે બારમુ જ છે. ઉજવણી ક્યાંય નથી. હજુ તમારુ બધું ઓછું થવાનું છે. એ પણ અમે જ કરશું. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, યુજીસીના નિયમો મુજબ રાજ્યમાં વાઇસ ચાન્સેલરની નિમણૂક થતી નથી. હાલ રાજ્યમા જે વીસી લાયકાત વગરના છે એમને રદ કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટે પણ લખવુ પડ્યુ છે કે યથા રાજા તથા પ્રજા. તેમણે કહ્યું કે, સરકાર કરેલા કામો સમજાવવામાં નિષ્ફળ થાઓ છો એટલે તમારે ઉત્સવો કરવા પડે છે. અડવાણીએ ઈવીએમ પ્રત્યે શંકા વ્યક્ત કરી હતી.
ગાંધીનગરઃ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોને સિંચાઇ માટેના પાણી મુદ્દે મોટી જાહેરાત કરી છે. ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી હતી કે, ખેડૂતોને સિંચાઈ માટે 31મી માર્ચ સુધી પાણી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં શિયાળુ પાક માટે અને ઉનાલુ પાક માટે વીજળીની જરૂરિયા વધી છે. પૂરવઠો નિયમિત મળી રહે અને અન્યાય ન થાય એ માટે ઉર્જા મંત્રી કનનુ દેસાઈની ચેમ્બરમાં મિટિંગ હતી. જેમાં બ્રિજેશ મેરજા, કોંગ્રેસના ધારાસભ્ય ઉપસ્થિત હતા. 8 કલાક વીજળી પૂરા વોલ્ટેજ થી 8 કલાક સતત વિજળી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. જો કોઈ સમસ્યા થાય તો છેલ્લે 6 કલાક વીજળી તો આપવામાં આવશે.
ભાજપ શાસિત બોટાદ પાલિકામાં એક સાથે 22 સભ્યોના રાજીનામાથી મચ્યો ખળભળાટ, જાણો શું છે કારણ?
બોટાદઃ ભાજપ શાસિત નગર પાલિકામાં એક સાથે 22 સભ્યોએ રાજીનામા ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. બોટાદ નગરપાલિકાના વિવિધ સમિતિ અને ચેરમેનોએ નગરપાલિકા ઈન્ચાર્જ ચીફ ઓફિસરને રાજીનામાં આપ્યા. બોટાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે . સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન, ગટર સમિતિ ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડક સહિત વિવિધ સમિતિના 22 સભ્યોએ લેખિતમાં રાજીનામાં આપ્યા. નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન સહિત અને ઉપ પ્રમુખની મનમાની અને ભ્રષ્ટાચાર કરતા હોવાના ભાજપના સભ્યએ આરોપ લગાવ્યા. આગામી દિવસોમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન રાજીનામાં આપે તેવી સભ્યો દ્વારા માંગ કરાઈ.