અમદાવાદઃ જમાલપુર વિસ્તારમાં બિલ્ડર હનીફ દાઢી પર ફાયરિંગ કરાયું અને તેનું મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે 25થી વધુ લોકોના નિવેદન લીધા હતા પણ પોલીસને કોઇ ઠોસ કડી મળી નથી. પોલીસને શંકા છે કે હનીફ જે ધંધા સાથે સંકળાયેલો હતો તેની અદાવતમાં જ તેની હત્યા કરવામાં આવી છે. અનેક શંકાસ્પદોની પણ પોલીસે પૂછપરછ કરી તપાસ કરતા હજુ સુધી પોલીસને કોઇ ખાસ કડી મળી નથી.

હનિફ દાઢી પર શનિવારે મોડી રાત્રે જમાલપુર વિસ્તારમાં ફાયરિંગની કરવામાં આવ્યું હતું. બે અજાણ્યા શખ્સો એક્ટિવા પર આવી હનિફ શેખ ઉપર ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. ફાયરિંગમાં ઘાયલ થયેલા હનિફ શેખને સારવાર માટે વી.એસ. હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અહીં તેમને આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે હજી સુધી આરોપીઓની ઓળખ થઈ શકી નથી.