અમદાવાદઃ શહેરના વિજય ચાર રસ્તા પાસે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિ ઘાયલ થઈ છે. આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત સર્જનાર કારમાં તપાસ કરતાં પોલીસને બિયર અને ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જીજે-01-આરબી 2742 નંબરની કારમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો છે.