અમદાવાદઃ દિવાળી પછી ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી કેન્દ્ર સરકારની ગુજરાત આવી પહોંચી હતી. કેન્દ્ર સરકારની ટીમે અમદાવાદની SVP હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ કોરોના કેસના ટેસ્ટિંગ અને સંક્રમણ રોકવા અંગે વિશેષ સમીક્ષા કરીને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને કેટલાક સૂચનો આપ્યા હતા. ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમિત કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના વધુ વકરે નહીં તે માટે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના ડો. એસ.કે.સિંઘની અધ્યક્ષતામાં અન્ય 3 નિષ્ણાંત ડોક્ટરો ગુજરાત આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ રોકવાની વિશેષ જવાબદારી ડો.એસ.કે.સિંઘને સોંપાઇ છે. ભારત સરકારના તજજ્ઞ ડોક્ટરોની ટીમે અમદાવાદની એસવીપી હોસ્પિટલ ઉપરાંત અન્ય મહાનગરોમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. આ પછી મીડિયા સાથે પણ વાતચીત કરી હતી, જેમાં તેમણેરાજ્યમાં અને સૌથી વધુ અમદાવાદ શહેરમાં કોરોના કેમ વકર્યો તે જણાવ્યું હતું.

કેન્દ્રની ટીમે કહ્યું હતું કે, દિવાળીમાં થયેલી લોકોની ભીડભાડને કારણે શહેરમાં કોરોના વકર્યો છે. તહેવારો દરમિયાન લોકોની બેદરકારીને કારણે આ પરિણામ સામે આવ્યું છે. વધતા જતાં સંક્રમણ માટે તંત્ર નહીં પરંતુ લોકો જવાબદાર છે. નોંધનીય છે કે, કોરોનાના વધતા કેસને લઇને સરકાર હરકતમાં આવી હતી. જે બાદ સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં સોમવારે સવારે 6 વાગ્યા સુધી એટલે કે, 57 લાકનું કરફ્યૂ લગાવાયો છે. ઉપરાંત રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રી કરફ્યૂ લગાવાયો છે.