ગુજરાત ચાંદ કમિટીના સદર મુફ્તી શબ્બીર આલમ સાહેબ( આહી ઈમામ, જામા મસ્જીદ, અમદાવાદ)એ યાદીમાં જણાવ્યું છે કે, અલવિદ જુમ્મા અને ઈદુલ ફિત્રના દિવસે નમાઝીઓ માટે મસ્જીદો ખોલવામાં આવે. મસ્જીદમાં નમાઝ પઢવાની અનુમતી આપવામાં આવે. કારણ કે, અલવિદા એટલે રમઝાનુલ મુબારકનો છેલ્લો શુક્રવાર અને ઇદુલફિત્ર એટલે રમઝાન ઇદનો તહેવાર વર્ષમાં એક વખત આવે છે, જેમાં બધા જ લોકો રમઝાન માસનો છેલ્લો શુક્રવાર અને ઈદના દિવસે સવારે મસ્જીદમાં નમાઝ પઢવાની ખુશી અનુભવે છે.
આજના માહોલને જોતા લોકડાઉનને કામ્યાબ બનાવવામાં અમે પોતે મસ્જીદોમાં ત્રણ-ચાર માણસોએ નમાઝ અદા કરવાની અપીલ કરે છે. બાકી લોકોને પોતાના ઘરમાં જ રહીને ઈબાદત કરવાનું એલાન કરી દીધું છે. આવા સમયે દરેક ધર્મગુરુઓએ જણાવી દીધું છે કે, દરેક વ્યક્તિ પોતાના ઘરમાં રહે અને લોકડાઉનના નિયમોનું પાલન કરે. જેને માનીનો લોકો પોતાના ઘરોમાં જ રહીને આ પવિત્ર માસને ઉજવી રહ્યા છે અને રોઝા રાખી રહ્યા છે.