અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ સ્થિતિ ખરાબ છે, ત્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક સાથે 100 પરિવારને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. બે ડેરી સંચાલકોના કારણે ૧૦૦૦ લોકો મીની ક્વોરેન્ટાઇનમાં મુકાશે.

આ અંગેની વિગતો એવી છે કે, ગત સપ્તાહે ૨૨ સુપર સ્પ્રેડરને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા સંપર્ક શોધવામાં આવ્યા હતા. ચાંદખેડાના હાઉસીંગના મકાનમાં ડેરી સંચાલકો પાસેથી 100 પરિવારોએ દૂધ અને અન્ય ચીજો ખરીદી હતી. હાઉસીંગમાં હાલ ૧૦૦૦ મકાનો છે જે પૈકી અનેક લોકો શાકભાજીના ફેરિયાઓના સંપર્કમાં પણ આવ્યા હતા, ત્યારે હવે AMCએ હાઉસિંગ બોર્ડને મીની ક્લસ્ટર કરવા પોલીસ પ્રશાસનની મદદ માંગી છે.