અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 275 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 23 દર્દીઓના મોત થયા છે. 108 દર્દીઓ સારવાર લઈ સ્વસ્થ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલમાં 4991 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 321 દર્દીઓના મોત થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 388 નવા કેસ નોંધાયા છે જ્યારે વધુ 29 દર્દીઓના મોત થયા છે અને 209 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 7013 પર પહોંચી છે અને મૃત્યુઆંક 425 પર પહોંચ્યો છે.
આજે નોંધાયેલા કુલ કોરોના કેસ પૈકી અમદાવાદમાં 275 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે અરવલ્લી-25, ભાવનગર -1, દાહોદ-4, દેવભૂમિ દ્વારકા-1, ગાંધીનગર-5, જામનગર-4, ખેડા-3, રાજકોટ-2, સુરત-45, વડોદરા -19, બનાસકાંઠા-3 કેસ સામે આવ્યા છે. જ્યારે એક દર્દીને રાજસ્થાનનો દર્શાવ્યો છે.
આજે કોરોનાની સારવાર બાદ ડિસ્ચાર્જ થયેલ દર્દીઓમાં અમદાવાદમાં 108, આણંદ-5, બનાસકાંઠા- 8, ભરુચ-3, છોટાઉદેપુર-1, ગાંધીનગર-5, પાટણ-1, સુરતમાં -51 અને વડોદરામાં 27 દર્દીઓ સાથે કુલ 209 દર્દીઓ સ્વસ્થ થયા છે.
અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ધોળકા પાસેના ત્રાસદ ખાતે આવેલા કેડીલા યુનિટમાં કોરોનાના 21 પોઝિટિવ કેસો સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો.
અમદાવાદમાં કોરોનાના નવા 275 કેસ, 23ના મોત, સંક્રમિત દર્દીની સંખ્યા 4991 પર પહોંચી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 May 2020 08:37 PM (IST)
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 275 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 23 દર્દીઓના મોત થયા છે. 108 દર્દીઓ સારવાર લઈ સ્વસ્થ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -