ગાંધીનગરમાં CJI ઠાકુર કરશે PM મોદી સાથે મુલાકાત
abpasmita.in | 16 Sep 2016 10:55 PM (IST)
અમદાવાદઃ ભારતના ચીફ જસ્ટિસ ટી.એસ. ઠાકુર આવતીકાલે રાજભવન ખાતે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને મળશે. તેઓ બ્રેક ફાસ્ટ સમયે મળશે. જસ્ટિસ ઠાકુર બે દિવસની ગુજરાત યાત્રા પર છે. ન્યાયતંત્રમાં જજીસની ભરતીને લઈને ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે છેલ્લા કેટલાંક સમયમાં ઉભા થયેલા વિવાદને લઈને આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતના ચીફ જસ્ટિસે આજે ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરીયમનું ઉદઘાટન કર્યુ, તેમની સાથે સુપ્રીમકોર્ટના બે જજીસ, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના મહાનુભવો હાજર રહ્યાં.