અમદાવાદઃ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટ્યો આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટ્યો આવ્યો હતો. શહેરના ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. સહેરના સિંગરવા વિસ્તારમાં કરા પડ્યા હતા.


હવામાન ખાતાની આગાહી મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં પવન સાથે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. વસ્ત્રાલ,  નિકોલ, ઓઢવ જીઆઈડીસીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.


બીજી તરફ ખેડબ્રહ્માના લાબંડીયા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી વચ્ચે પંથકમાં કમોસમી વરસાદ થયો. ખેડબ્રહ્મામાં કરા સાથે વરસાદ વરસતાં બાળકોએ કરા ભેગા કર્યા હતા. 


રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આગામી 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ક્યાંક છુટો છવાયો તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ પડશે. મધ્ય ગુજરાતના વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં માવઠા અથવા માવઠાની અસર વર્તાઈ શકે, જેને લઇ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. શિયાળામાં સતત ચાર માવઠાથી ખેડૂતોની કમર તૂટી ગઈ હતી. ત્યારે ઉનાળાની શરૂઆત પહેલાં જ વધુ એક માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે.


હવામાન વિભાગ  દ્વારા માવઠાની આગાહી કરાઈ છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી એક બે દિવસમાં વરસાદની શક્યતા સેવાઇ રહી છે. વધુ એક વખત માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. ઉનાળાના  આગમન પહેલાં ફરી એકવાર મોસમમાં  બદલાવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની દ્વારા બે - ચાર દિવસમાં રાજ્યના ઉત્તર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.


Russia Ukraine War: ‘ચારેબાજુ બોમ્બ-રોકેટ પડવાનો આવતો હતો અવાજ’, પૂર્વ મિસ યુક્રેને વર્ણવી પુત્ર સાથે દેશ છોડવાની કહાની


અમદાવાદ હત્યાઃ 13 વર્ષથી હતો પ્રેમસંબંધ, દીકરીની સગાઇ થતાં પ્રેમિકાએ તોડ્યો સંબંધ ને પ્રેમીએ કરી નાંખી હત્યા


Holi 2022: આવતીકાલથી 8 દિવસ નહીં થાય માંગલિક કાર્ય, જાણો હોળાષ્ટકમાં શું કરશો અને શું નહીં


LIC IPO: હવે કોઈપણ કિંમતે નહીં ટળે LIC IPO! જાણો શું છે કારણ