અમદાવાદઃ પરણીતાએ પ્રેમસંબંધ તોડી નાંખતા પ્રેમીએ છરીના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે.  માધુપુરામાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાની હત્યાના ગુનામાં  પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. નવીન રાઠોડ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. માધુપુરા પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે. હવે આ પ્રેમસંબંધમાં હત્યા પ્રકરણમાં મોટો ધડાકો થયો છે. 


પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, બંને વચ્ચે 13 વર્ષથી સંબંધ હતા. આ પ્રેમસંબંધના કારણે આરોપીએ લગ્ન પણ કર્યા નહોતા. દરમિયાન દીકરીની સગાઈ થતાં સમાજમાં બદનામીના ડરે પ્રેમિકાએ પ્રેમી સાથેના સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. જેના કારણે આરોપીએ ઉશ્કેરાઇને પ્રેમિકાની હત્યા કરી નાંખી છે.




આ હત્યાકાંડના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે, આશાબેન માધવપુરા વિસ્તારમાં આવેલ જોગણી માતાના મંદિર પાસે શાક લેવા ઉભા થાવ ત્યારે પાછળથી આવીને એક પછી એક પાંચથી વધારે છરીના ઘા ઝીકી જાહેરમાં તેની હત્યા કરી હતી. મહિલા પર થતો હુમલો જોઇ લોકો મહિલાને બચાવવા દોડ્યા હતા. જોકે, પ્રેમી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હત્યાને પગલે પરિવારના સભ્યોએ રોકકળ કરી મૂકી હતી. જેને કારણે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.


આરોપી નવીન રાઠોડ તેમજ મરણ જનાર મહિલા આશાબેન બોડાણા બને એક જ વિસ્તારમાં રહે છે. જેના કારણે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને તે દરમિયાન આ યુવકને આશાબેન સાથે પ્રેમ થયો હતો. જોકે આ મહિલાએ તેના બે બાળકો હોવાથી પ્રેમ સંબંધ રાખવાની મનાઈ કરી હતી જેના કારણે આરોપી યુવક નવીન રાઠોડ એ હત્યાનો પ્લાન બનાવ્યો હતો. આશાબેન બોડાણા માધવપુરા વિસ્તારમાં આવેલ જોગણી માતાના મંદિર પાસે શાક લેવા ઉભા થાવ ત્યારે પાછળથી આવીને એક પછી એક પાંચથી વધારે છરીના ઘા ઝીકી જાહેરમાં તેની હત્યા કરી હતી.


ગઈ કાલે અમદાવાદમાં માધુપુરમાં પરિણીતતાને તેના પૂર્વ પ્રેમીએ છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.  પત્નીની હત્યાના બનાવમાં પતિએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ છૂટક મજૂરી કરે છે અને માધુપુરા પોલીસ સ્ટેશનની પાછળ મારવાડીની ચાલી કિરણનગરની બાજુમાં શાહપુર દરવાજા બહાર રહે છે. પતિએ ફરિયાદમાં લખ્યું છે કે, હું ઉપરના લખાવેલા હું સરનામે મારા પરિવાર સાથે રહું છું અને દૂધેશ્વર રોડ નાગોરી એસ્ટેટમાં કારખાનામાં ફેબ્રિકેશનની છૂટક મજૂરી કામ કરું છું. મારે સંતાનમાં એક દીકરી છે. તેમજ તેનાથી નાનો દીકરો છૂટક નોકરી કરે છે.


મારી પત્નીને અગાઉ ડામરવાળી ચાલીમાં રહેતો નરેશ ઉર્ફે નવીન રાઠોડની સાથે પ્રેમસંબંધ હોય અને ત્યારબાદ મારી પત્નીએ નરેશ ઉર્ફે નવીનની સાથે પ્રેમસંબંધ રાખવા માંગતા ન હોય જેથી આ નરેશ ઉર્ફે નવીન મગનભાઇ રાઠોડ મારી પત્નીને અવારનવાર બોલાવવાની કોશીશ કરતો હોય, પરંતુ મારી પત્ની આ નરેશ ઉર્ફે નવીન મગનભાઇ રાઠોડ નાઓની સાથે આજદિન સુધી બોલચાલ રાખતી ન હોય અને આજ રોજ તા.08/03/2022 સાંજના આશરે પાંચેક વાગ્યાના સુમારે હું મારી નોકરી પૂરી કરીને મારા ઘરે ચાલતા ચાલતા પરત આવતો હતો.


રામાપીરના મંદિર પાસે મારા મામાએ મને જણાવેલું કે મહેંદીકુવા રોડ જોગણીમાતાના ડહેલા આગળ હનુમાનજીના મંદિર પાસે તારી પત્નીને પેટના ભાગે છરીના ઘા મારી મૃત્યુ નિપજાવેલું છે તેમ જણાવતા હું મારા મામાના એક્ટિવા પર બેસીને મહેંદીકુવા રોડ જોગણીમાતાના ડહેલા આગળ હનુમાનજીના મંદીર પાસે આવેલો અને ત્યાં જઈને જોયેલું તો મારી પત્ની લોહીલુહાણ હાલતમાં નીચે મરણ ગયેલ હાલતમાં પડેલ હોય અને મને ભાવનાબેન ચૌહાણે જણાવેલું કે તમારી પત્નીને આશરે 4/30 થી 4/45 વાગ્યા દરમિયાન ડામરવાળી ચાલીમાં રહેતો નરેશ ઉર્ફે નવીન રાઠોડ લોખંડની છરીથી પેટના ભાગે છરીના ઘા મારી મૃત્યુ નિપજાવેલું છે અને આ નરેશ ઉર્ફે નવીન રાઠોડ ત્યાંથી ભાગી ગયેલો છે તેમ જણાવેલું છે ત્યાર બાદ કોઈએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસ આવતા કાયદેસરની કાર્યવાહી કરેલી છે.


જેથી આજરોજ 8/3/2022 સાંજના આશરે 4/30 થી 4/45 વાગ્યા દરમિયાન મહેંદીકૂવા રોડ જોગણીમાતાના ડહેલા આગળ હનુમાનજીના મંદિર પાસે આ નરેશ ઉર્ફે નવીન રાઠોડ રહે ડામરવાળીની ચાલી શાહપુર દ. બહાર માધુપુરા નાઓએ મારી પત્ની આ નરેશ ઉર્ફે નવીન સાથે બોલાચાલ રાખતી ન હોવાથી જેની અદાવત રાખી મારી પત્નીને પેટના ભાગે લોખંડની છરીના ઘા મારી મૃત્યુ નિપજાવી મનુષ્ય વધ કરેલો હોય જેથી મારી આ નરેશ ઉર્ફે નવીન રાઠોડ રહે ડામરવાળીની ચાલી શાહપુર દ. બહાર માધુપુરા વિરુદ્ધમાં કાયદેસરની તપાસ થવા ફરિયાદ છે. મારા સાહેદ ભાવનાબેન ગણપતભાઈ ચૌહાણ તથા મારા મામા તેમજ પોલીસ તપાસમાં નીકળે તે વગેરે છે.