અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ દિલ્લીની મુલાકાતે જશે. વીજય રૂપાણી 2017માં થનાર વાઇબ્રંટ ગ્લાબલ સમિટમાં વિવિધ દેશોના એંબેસેડર અને ડેલીગેડ્સ સાથે મુલાકાત કરવાના છે. તેમજ વાઇબ્રંટ સમિટમાં ભાગ લેવા માટે તેમને આમંત્રણ આપવામાં આવશે. વાઇબ્રંટ સમિટનું સમગ્ર આયોજન PM મોદીના માર્ગ દર્શન નીચે થઇ રહ્યું છે. તો બીજી તરફ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ દિલ્લીમાં છે તેઓ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની કેંદ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં વિવિધ રાજ્યોના નાણાં મંત્રી સાથે બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ છે તેમા ભાગ લેવાના છે. 'રેરા'નાઅમલ માટે જાહેરનામું પ્રસિદ્ધ થયું: ઘરખરીદનારાઓનું હિત કેન્દ્રમાં રાખી ઘડવામાં આવેલા રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ'ના રાજ્યમાં અમલ માટે સરકારે નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું છે. સંસદે પસાર કર્યા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં તમામ રાજ્યોએ 31મી ઓક્ટોબર સુધીમાં અમલ કરવાનો હતો. અંગે નીતિન પટેલે કહ્યું કે, હાઈકોર્ટના ચીફ જસ્ટિસના માર્ગદર્શન હેઠળ ત્રણ સભ્યની સમિતિ રચવામાં આવી છે. જે નિયત સમય મર્યાદામાં મકાનનો કબજો, બાંધકામની ગુણવત્તા અને વિવાદો અંગેની ફરિયાદોની સુનાવણી કરશે. કસૂરવાર બિલ્ડર સામે દંડનીય કાર્યવાહીની પણ સમિતિને સત્તા છે.