Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદને લઈને એનડીઆરએફની અલગ અલગ છ ટીમો રાજ્યના અલગ અલગ શહેરોમાં ફાળવવામાં આવી છે. સૌરાષ્ટ્રના જુનાગઢ,જામનગર સહિતના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ પહોંચશે. તો કચ્છના અંજારમાં એક ટીમ અને એક ટીમ નવસારીમાં તૈનાત રહેશે. એનડીઆરએફના અલગ અલગ અધિકારીઓના નંબર માહિતી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.


 



તો બીદી તરફ રાજ્યમાં પડેલ ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ડીઝાસ્ટર સેન્ટર પહોંચ્યા છે અને સમીક્ષા બેઠક કરી રહ્યા છે. મુખ્ય સચિવ રાજકુમાર,રેવન્યુ અધિક મુખ્ય સચિવ મનોજ દાસ,રાહત કમિશનર સહિતના અધિકારીઓ હાજર છે. જૂનાગઢ અને જામનગર જિલ્લા કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સથી સ્થિતિની સમીક્ષા કરશે.


 






હવામાન વિભાગના અધિકારીઓ પણ વિડિયો કોન્ફરન્સથી બેઠકમાં જોડાશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. આગામી કલાકોમાં પણ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરાથી એનડીઆરએફની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. કચ્છ,જામનગર,જૂનાગઢ અને નવસારી ખાતે ડિપ્લોય કરવામા આવી છે. એસડીઆરએફની પણ બે ટીમોને રવાના કરવામાં આવી છે. જુનાગઢ અને જામનગર એક એક ટીમ રવાના થઈ છે.


જૂનાગઢના આ તાલુકામાં આભ ફાટ્યું


જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને વિસાવદર તાલુકામાં બારે મેઘ ખાંગા થયા છે. અહીં છેલ્લા 12 કલાકમાં 16 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તાઓ નદીમાં ફેરવાયા છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. 



જૂનાગઢ જિલ્લાના આ બે ડેમ ઓવરફ્લો થતા નિચાણવાળા ગામોને કરાયા એલર્ટ


જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ નદી-નાળા છલકાઈ ગયા છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઈને આંબાજળ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ પડ્યો છે. આંબાજળ ડેમના પાટિયા ખોલાતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. સરસઈ,ચાપરડા સહિતના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial