અમદાવાદ:  અમદાવાદ શહેરમાં બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. ભારે વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. પ્રહલાદનગર, એસજી હાઈવે, ઈસ્કોન, શિવરંજની, શ્યામલ, જીવરાજ પાર્ક, વાસણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.   શહેરમાં ઘૂંટણસમા પાણી ભરાતા કામ-ધંધા અને ઓફિસથી છૂટવાના સમયે જ વરસાદ વરસતા લોકો રસ્તામાં અટવાયા હતા.  રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી છે. શહેરના પૉશ એવા સાયન્સ સિટી, સોલા,  એસ. જી. હાઈવે સહિતના વિસ્તારમાં પણ પાણી ભરાયા છે.  એસ.જી હાઇવે, ઇસ્કોન ચાર રસ્તા અને પ્રહલાદનગરમાં ટ્રાફિક જામ થયો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.




ભારે વરસાદના કારણે અખબારનગર અંડર પાસ અને પરિમલ ગાર્ડન અંડર પાસ બંધ કરવામાં આવ્યા છે.  મીઠાખળી, મકરબા અંડરબ્રિજ વાહન વ્યવહાર માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બંધ કરવામાં આવ્યા છે.






અમદાવાદ મહાનગરપાલિકાના પ્રિ-મોનસૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે. સોલા બ્રિજથી પ્રહલાદનગર વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો છે.  અમદાવાદ શહેરમાં જળબંબાકારથી વાહન ચાલકો અટવાયા છે.  સાયન્સ સિટી, શેલા સહિતના પોશ વિસ્તારમાં પાણી ભરાતા AMCની પોલ ખુલી છે.  


જૂનાગઢ જિલ્લાના આ બે ડેમ ઓવરફ્લો થતા નિચાણવાળા ગામોને કરાયા એલર્ટ


જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ નદી-નાળા છલકાઈ ગયા છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઈને આંબાજળ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ પડ્યો છે. આંબાજળ ડેમના પાટિયા ખોલાતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. સરસઈ,ચાપરડા સહિતના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.


હવામાન વિભાગની આગાહી


હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.નવસારી ડાંગ તાપી નર્મદા ભરૂચ આણંદમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે ત્યારે આ સ્થિતિમાં હજુ પણ વધુ વરસાદના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. વેલ માર્ક લો પ્રેશર અને સરક્યલેશન ના કારણે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર  અને ક્ચ્છ અને દક્ષિમ ગુજરાતમાં  ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી ડાંગ તાપી નર્મદા ભરૂચ આણંદમાં ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગે જામનગર દ્વારકા પોરબંદર ગીરસોમનાથ દીવમાં  ભારે વરસાદની આગાહી કરી છે. અત્યાસુધીમાં ગુજરાત 229.2 મીમી નોંધાયો છે. અત્યાર સુધીમાં ઝોન પ્રમાણે સિઝનનો કેટલો વરસાદ નોંધાયો જાણીએ.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial