અમદાવાદઃ ખારીકટ કેનાલમાં ફેક્ટરીઓના કેમિક્લસ વાળા પાણી છોડવામાં આવતી હોવાની અનેક ઘટના સામે આવી છે. કેનાલ આસ-પાસ રહેતા અનેક સ્થાનિક લોકો દ્વારા વારંવાર આ અંગેની ફરીયાદ પણ કરવામાં આવતી હોય છે. તેમ છતા પણ તંત્ર જાણે આંખ આડાકાન કરતી હોય તેમ લાગી રહ્યું છે. આ કેનાલમાં કેમિકલ યુક્ત પાણી કોની રહેમરાહે છોડવામાં આવી રહ્યું છે, તે મોટા સવાલ છે. પણ જ્યારે નરોડા વ્યાસવાળી પાસેથી પસારથતી ખારીકટ કેનાલમાં ગટરમાંથી પાણી ખેંચીને કેનાલમાં ઠાલવવામાં આવતા સામે આવ્યા છે. તેમાં પણ જે પાણી ડ્રેનેજ લાઈનમાંથી આવે છે તે પાણીનો ક્લર પણ લાલરંગનો જોવા મળી રહ્યો છે. જેથી કહી શકાય કે આ ડ્રેનજ લાઈનમાં પણ ફેક્ટરીઓ મારફતે ક્યાંકને ક્યાંક કેમિકલ્સ યુક્ત પાણી છોડવામાં આવતુ હશે.

ખારીકટ કેનાલનું પાણી અમદવાદની જનતાને પીવા માટે આપવામાં આવે છે ત્યારે મહત્વની વાત એ છે કે, આવું કેમિકલ વાળુ પાણી આપીને તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. તંત્ર દ્વારા શા માટે કોઇ પગલા લેવામાં નથી આવતા. શા માટે આવા ગંદા પાણીનો નિકાલ કેનાલમાં કરવામાં આવે છે તે એક પ્રશ્ન છે.