અમદાવાદમાં સાસરિયાઓએ પુત્રવધૂ  તાંત્રિક વિધી કરતી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના ચાંદખેડામાં પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂ વિરુદ્ધ તેના સાસરિયાઓએ ફરિયાદ નોંધાવી હતી. સાસરિયાઓએ આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રવધૂએ એક વ્યકિત સાથે મળી ઘરની બહાર ફોટોગ્રાફ સાથે લીંબુ, કંકુ અને ચપ્પુ મૂકી તાંત્રિક વિદ્યિ કરી હતી. મહિલાએ ઘરની પાળી પર વાળનો ગુચ્છો પણ મૂક્યો હતો.


એટલું જ નહી સાસરિયાઓએ આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રવધૂએ દિયરનો ફોટો મૂકીને તેના પર કંકુનું પાણી નાંખ્યું હતું. લીંબુ, છરી અને બટાકાનો કટકો મૂકી અગરબત્તી કરતી હોવાનું પણ સીસીટીવી દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે. હાલ તો તાંત્રિક વિધીથી ડરી ગયેલા સાસરિયાઓએ ચાંદખેડા પોલીસમાં પૂત્રવધુ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે CCTVના આધારે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


 


Ahmedabad: અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી મહિલાનું ગળું કપાયું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવી


અમદાવાદ: શહેરના અમરાઇવાડી વિસ્તારમાં ચાઇનીઝ દોરીના કારણે મહિલાનું ગળું કપાયું છે. 45 વર્ષીય દીપિકા ગોસ્વામી નામની મહિલાના ગળામાં ચાઈનીઝ દોરી આવી જતા ગંભીર રીતે ઘાયલ થઈ છે. એક્ટિવા ઉપરથી પસાર થઈ રહેલા મહિલાનું ગળું કપાતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે. 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


નડિયાદમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું


ખેડા:  જેમ જેમ ઉતરાયણ નજીક આવી રહી છે તેમ તેમ પતંગ રસિયાઓ આકાશમાં પતંગ ચગાવવાની મજા લઈ રહ્યા છે. તો બીજી તરફ ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકો ઘાયલ થયા છે અને કેટલાકના મોત પણ થયા છે. સરકારે ચાઈનીઝ દોરીને જાહેરનામું બહાર પાડ્યું છે પરંતુ તેમ છતાં લોકો તેનો ઉપયોગ કરી છે અને બીજાના જીવને જોખમાં મુકે છે. આવી જ ઘટના સામે આવી છે નડિયાદમાં, કે જ્યાં પતંગની દોરીથી એક યુવકનું ગળુ કપાઈ ગયું છે.


નડિયાદના સરદારનગરના પ્રવેશ દ્વાર પાસે યુવકનું ગળું કપાઈ ગયું હતું. જે બાદ આ યુવકને ગંભીર હાલતમાં સ્થાનિક નાગરિકો ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.. જોકે લોહી વધારે પ્રમાંણમાં વહી જતા વધુ સારવાર માટે મહા ગુજરાત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે વધારે પ્રમાણમાં લોહી વહી જવાથી યુવકનું મોત નિપજ્યું હતું.