કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મનપાએ સેટિંગવાળાની ભરતી કરી છે. એક જ કુટુંબના સભ્યોને સેટિંગથી પસંદ કરવામાં આવ્યાનો કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે. કોંગ્રેસની માંગ છે કે મનપા કૌભાંડની સરકાર દ્વારા તપાસ કરવામાં આવે. કૉંગ્રેસનો આક્ષેપ છે કે ઇન્ટરવ્યૂમાં સેટિંગવાળાઓને 20 માંથી પુરા માર્ક્સ આપવામાં આવ્યા છે. 16 પરિવારના સભ્યોને ભરતીમાં લેવામાં આવ્યાનો કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે. એક જ પરિવારના સભ્યો એક સાથે પાસ થતા કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે 434 સહાયક જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયા થઇ હતી.
બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં કથિત ગેરરીતિ મામલે ગૌણ સેવા પસંદગી મંડળે પણ હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી. જેના કારણે આઠ લાખ ઉમેદવારો અસમંજસમાં છે.