Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીની શરુઆત થઈ ગઈ છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રીલે પૂર્ણ થઈ ગયું છે. તો બીજી તરફ રાષ્ટ્રીય કોંગ્રેસે કોમ્યુનિકેશન કો ઓર્ડીનેટરની યાદી જાહેર કરી છે. જેમાં 22 નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ યાદીમાં ગુજરાતના એક મહિલા નેતાનું નામ સામેલ છે.




પ્રગતિ આહિરને મોટી જવાબદારી


પ્રગતિ આહિરને કોંગ્રેસે પ્રમોશન આપ્યું છે. પ્રગતિ આહીરને લોકસભા ચૂંટણી માટે રાષ્ટ્રીય જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત સેવાદળના અધ્યક્ષ પ્રગતિ આહીરને મહારાષ્ટ્રની જવાબદારી સોંપાઈ છે. રાષ્ટ્રીય કોંગ્રેસે પ્રગતિ આહીરને કોમ્યુનિકેશન કો ઓર્ડીનેટરની જવાબદારી સોંપી છે. તમને જણાવી દઈએ કે, પ્રગતિ આહીર ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા છે. તેઓ બેબાક રીતે પોતાની વાત મીડિયા સમક્ષ રાખવા માટે જાણીતા છે. 


 કોણ છે પ્રગતિ આહીર


પ્રગતિ આહિરે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અભિયનની કારકિર્દીને છોડીને રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. પ્રગતિ આહિર ટીવી ડિબેટમાં મજબૂતી સાથે કોંગ્રેસ પાર્ટીનો પક્ષ મૂકતા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રગતિ આહિર સક્રિય રહ્યા હતા. પ્રગતિ આહિરે જ્યારે અભિનયની દુનિયા છોડી ત્યારે તેમણે 15થી વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યુ હતું. વર્ષ 2019માં તે રાજકારણ સાથે જોડાયા હતા. પ્રગતિ આહિરે રુરલ સ્ટડીઝમાં બેચલર ડિગ્રી મેળવી હતી. પ્રગતિ આહિર મૂળ જૂનાગઢ જિલ્લાના નિવાસી છે. એક સમયે મોડેલીંગ અને હીરોઈનની ભૂમિકા ભજવનાર પ્રગતિ આહીર હાલમાં કોંગ્રેસમાં સક્રીયરીતે કામગીરી કરી રહ્યા છે. 


ભારત જોડો યાત્રામાં પણ સામેલ થયા હતા પ્રગતિ આહીર


 






તમને જણાવી દઈએ કે, ગુજરાત કોંગ્રેસના યુવા નેતા પ્રગતિ આહીર રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ સામેલ થયા હતા. આ અંગે તેમણે સોશિયલ મીડિયા પર ટ્વિટ પણ કર્યું હતું.


કોંગ્રેસ ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી


 






કોંગ્રેસે શનિવારે સાંજે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની યાદી જાહેર કરી. કોંગ્રેસે તેની સત્તાવાર વેબસાઇટ પર ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પોસ્ટમાં લખ્યું છે કે, 'કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળેલી 'કેન્દ્રીય ચૂંટણી સમિતિ'ની બેઠકમાં લોકસભા ચૂંટણી, 2024 માટે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કોંગ્રેસના ઉમેદવારો પર નિર્ણય લેવામાં આવ્યો હતો.