બદરૂદ્દીન શેખને કૉંગ્રેસના ખજાનચી અહેમદ પટેલની એકદમ નજીકના માનવામાં આવતા હતા. એક અઠવાડિયાથી તેઓ હોસ્પિટલમાં હતા. કૉંગ્રેસ માટે ખૂબ જ મોટી ખોટ પડી છે. તેમને ડાયાબીટીશ, હાર્ટની તકલીફ, સ્થૂળતા વગેરે બીમારીઓ પણ હતી. તેમની ઉંમર 65 વર્ષની હતી.
નોંધનીય છે કે, અમદાવાદના દાણીલીમડા-બહેરામપુર સહિતના વિસ્તારોમાં કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતિમાં ગરીબો અને જરૂરીયાતમંદોની મદદે તેઓ દોડી ગયા હતા. પરપ્રાંતિય મજૂરો માટે ભોજનની વ્યવસ્થા કરવી અને જરૂરીયાતમંદોને રાહત કીટો પહોંચાડવા માટે તેઓ તેમના મતવિસ્તારમાં લોકોની વચ્ચે રહેતા હતા. તે દરમિયાન તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જે ચેપ તેમનાથકી તેમની પત્નીને પણ લાગ્યો હતો. તેમની પત્ની હાલમાં એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમને રહ્યા હતા. વર્ષ 2010 માં AMCના વિપક્ષના નેતા રહ્યા હતા. 2000 થી 2003 સુધી AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ પ્રવક્તા રહી ચૂક્યા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના વર્ષ 1985-1990 જનરલ સેક્રેટરી રહ્યા હતા. આ સિવાય પણ કેન્દ્ર સરકાર અંતર્ગત ખ્વાજા સાહેબ દરગાહ કમિટીના પ્રમુખ પણ રહ્યા. વર્ષ 1979-1980 માં ગુજરાત યુનિવર્સીટીના સેનેટ મેમ્બર રહ્યા હતા.
દાણીલીમડા-બહેરામપુરા વિસ્તારમાં તેઓ એક સ્કૂલ પણ ચલાવી રહ્યા છે અને અનેક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલ છે. નવગુજરાત કોલેજમાં જીએસ તરીકે રહ્યા બાદ તેમણે લોનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને વકિલ બન્યા હતા. અને પછી કોંગ્રેસ સાથે રાજકારણમાં જોડાઈ ગયા હતા.