અમદાવાદઃ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને રાજ્યસભાની ચૂંટણી પછી કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પહેલા તેમણે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ કરી હતી, પરંતુ તબિયત બગડતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી તેઓ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, ત્યારે આજે ભરતસિંહ સોલંકીને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે.
ફેફસા પર અસર હોવાથી ઓક્સિજનની વધુ માત્રામાં જરૂર પડતી હોવાથી ભરતસિંહને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. તેમને શ્વાસ લેવામાં સમસ્યા સર્જાઇ રહી હોવાથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ભરતસિંહ ઝડપથી સાજા થાય તે માટે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે.
જોકે, ભરતસિંહ સોલંકીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરતસિંહને શ્વાસ લેવામાં તકલીફ સિવાય કોઇ સમસ્યા ન હોવાનું જાણવા મળ્યું છે.
કોંગ્રેસના ટોચના નેતા ભરતસિંહને વેન્ટિલેટર પર ખસેડાતા ચિંતાનો માહોલ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jul 2020 03:03 PM (IST)
ફેફસા પર અસર હોવાથી ઓક્સિજનની વધુ માત્રામાં જરૂર પડતી હોવાથી ભરતસિંહને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -