સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરનું વોરંટ બતાવી હાર્દિકની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ તેને સાંતેજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. હાર્દિકને 4 તારીખનું વોરંટ હતું તે બતાવી અટકાયત કરાઈ હતી.
પોલીસે આ કાર્યક્રમને મંજૂરી આપી ન હોવાથી અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસની રેલીના કારણે કોચરબ આશ્રમ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.