Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે નેતાના નિવેદનોથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. થોડા દિવસ પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે, ભાજપે આદિવાસીઓના વિકાસ માટે કામ કર્યું છે. તો હવે તેમના આ નિવેદન પર વળતો પ્રહાર કોંગ્રેસે કર્યો છે.
ગુજરાતના પ્રભારી રધુ શર્માએ કહ્યું કે, મોટા મોટા આંદોલનમા મધ્ય ગુજરાતથી સાઉથ ગુજરાતમા ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. દમણ ગંગા પાર તાપી એમ અલગ- અલગ 6 યોજના બજેટમા હતી. કોઈ પણ આદીવાસીને ધ્યાને લીધા નથી. ગુજરાતમા આદીવાસીની જમીન જંગલ બધુ લઈ લીધુ છે. પાર તાપીનો ઠેર ઠેર વિરોધ થયો. ચૂંટણી નજીક આવી તેમ ભાજપને ડર લાગ્યો કે પાર તાપીનો પ્રોજેકટને લઈ નુકસાન થશે. ભુપેન્દ્રભાઈ પટેલે જાહેર કર્યુ કે આ પ્રોજેકટ ને પાછો લઈએ છીએ. અમારો પ્રશ્ર એ છે કે કેન્દ્રમાથી આ યોજના પાસ થઈ છે તો શુ મુખ્યમંત્રી એને પાછી લઈ શકે ? અનંત પટેલ પર જીવલેણ હુમલો થયો. ભારતમાલા પ્રોજેકટ મુંબઈથી જોડે છે. આદિવાસી શાળાઓ બંધ થઈ ગઈ છે પાણીની સુવિધા નથી. સીઆર પાટીલ નવસારીના સાંસદ છે તેમના ઈશારા પર અનંત પટેલ પર હુમલો થયો હોવાનો આક્ષેપ રધુ શર્માએ લગાવ્યો હતો.
આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ભારતમાળા પ્રોજેકટ હોય કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજકેટ હોય. 14 વાર રેલી કરી અને વિરોધ કર્યો. જમીન અને પાણીને લઈને વાત છે, જમીનો અમારી છે. સંઘર્ષ યાત્રાની તૈયારીમા જઈ રહયા હતા ત્યારે મારી પર હુમલો થયો હતો. જેની પર ફરીયાદ કરી તે ખુલ્લેઆમ ફરી રહયા છે. 40 થી 50 લોકો હતા. 29 તારીખે ફરીથી આંદોલન કરીશુ.
કોંગ્રેસના આ ધારાસભ્યની ટિકિટને લઈને કોકડું ગુચવાયું
મિશન 2022 માટે અમદાવાદના કોંગ્રેસના એક ધારાસભ્યનું કોકડું ગૂંચવાયું હોવાની વાત સામે આવી છે. અમદાવાદના 4 ધારાસભ્યો પૈકી એક ધારાસભ્યને રીપિટ કરવા અંગે કોંગ્રેસમાં મુંજવણ છે. AIMIMની એન્ટ્રી થતાં ધારાસભ્યને રિપિટ કરવા અંગે મામલો ગુંચવાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને રિપિટ કરવા અંગે કોંગ્રેસના નેતાઓમાં ખચકાટ હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ઈમરાન ખેડાવાલાનો સ્થાનિક નેતાઓએ વિરોધ કર્યો છે. ઈમરાન ખેડાવાલાને 2020માં યોજાયેલી અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં થયેલો ખટરાગ પણ નડી રહ્યો છે. હાલ પૂરતી જમાલપુર બેઠકની ચર્ચા પેન્ડિંગ રાખવામાં આવી છે.