અમદાવાદ: આ વિશ્વમાં ઘણા એવા લોકો છે જે સપના તો મોટા જુઓ છે પરંતુ કોઈના કોઈ કારણસર તે પુરા કરી શકતા નથી. ક્યારેક તેમને ઘરની પરિસ્થિતિ ઘેરી લે છે તો ક્યારે શરીરની વિકલાંગતા. પરંતુ આજે હાઈકોર્ટે જે ચૂકાદો આપ્યો છે તેનાથી હજારો દિવ્યાંગ બાળકોને તેના સપના પુરા કરવા માટે પ્રેરણા મળશે. દિવ્યાંગ દીકરીને ગુજરાત હાઇકોર્ટ રાહત  આપી છે.


મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરવા ઇચ્છતી દીકરીને હાઈકોર્ટે એડમિશન માટે હુકમ  કર્યો છે. આ દિવ્યાંગ દિકરીને બીજે મેડીકલમાં એડમિશન આપવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. દિવ્યાંગ દીકરીને સ્પેશિયલ કેસ ગણીને કોર્ટે વચગાળાનો હુકમ કર્યો છે. દિવ્યાંગતામાં પણ 50% ફિટ હોય તો મેડીકલમાં પ્રવેશથી વંચિત ન રાખી શકાય તેવી હાઈકોર્ટે ટકોર કરી છે. તમને જણાવી દઈએ કે, દિવ્યાંગતાના અભાવ પર મેડિકલમાં પ્રવેશ ન મળતા થઈ હતી હાઇકોર્ટમાં અરજી. નીટની પરીક્ષા પાસ કર્યાં બાદ મેડિકલ બોર્ડમાં ફિટ જાહેર છતાં પ્રવેશ ન મળ્યાની કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી. દીકરી 50% દિવ્યાંગતા ધરાવે છે અને બધી રીતે ફિટ હોવા છતાં એડમિશન ન મળ્યાની હતી રજુઆત કરવામાં આવી હતી. જો કે આજે કોર્ટે મહત્વનો ચૂકાદો આપતા હવે આ દિવ્યાંગ દીકરી પોતાના સપના પુરા કરી શકશે.


પંજાબમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ


દિવાળી પહેલા પંજાબની ભગવંત માન સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. હકીકતમાં, કેબિનેટની બેઠકમાં જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી લાખો કર્મચારીઓને સીધો ફાયદો થશે. બીજી તરફ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે પંજાબને વચન આપ્યું હતું કે અમે પંજાબમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરીશું. આજે ભગવંત માન એ આ વચન પૂરું કર્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે પંજાબના તમામ કર્મચારીઓને અભિનંદન. નવી પેન્શન યોજના અયોગ્ય છે. સાથે જ કહ્યું કે સમગ્ર દેશમાં ફરીથી OPS લાગુ કરવામાં આવે.


માછીમારોને દિવાળી પૂર્વે સરકારની ભેટ


પોરબંદરના માછીમારોને  દિવાળી પૂર્વે સરકારે ભેટ આપી છે. માછીમારોની વર્ષો જૂની માંગો માંથી મોટાભાગેની માંગો સરકારે સ્વીકારી છે. 10થી વધુ માંગો સાથે માછીમારો વર્ષોથી સરકારમાં લડત ચલાવતા હતા. બે દિવસ પહેલા જૂનાગઢ ખાતેથી વડાપ્રધાને 21 કરોડના ડ્રેજિંગ કામનું વર્ચ્યુલ ખાત મુહૂર્ત કર્યું હતું. વેરાવળ ખાતે ફિશરીઝ મંત્રી જીતુ ચૌધરી 36 કરોડ ના ખર્ચે માપલાવાળી વિસ્તારને અપગ્રેશન કામને મંજૂરી આપી વર્ક ઓર્ડર આપ્યા.


આજ સુધી કોઈ એક જ પંપ પરથી માછીમારોને ડીઝલ ખરીદી થતી હતી, જેની સામે માછીમારોએ મંડળી નિશ્ચિત 7 પંપ પરથી ડીઝલ ખરીદી ની માંગ કરી હતી તે રાજ્ય સરકારે સ્વીકારી. ઓ.બી.એમ મશીન જેની સબસીડી ઘણા સમયથી મળતી નોહતી તે પણ 1283 નાની હોળીના મશીનની માંગ સરકારે સ્વીકારી. માછીમારોની હવે મુખ્ય માંગ કે ડીઝલ પેટ્રોલનો ક્વોટા અન્ય રાજ્ય ની સરખામણી એ કરી આપવાની માંગ પણ નજીકના દિવસો પૂર્ણ થાય અને  દિવાળી ભેટ મળશે તેવી માછીમારોને આશા છે. ચૂંટણી પૂર્વે માછીમારો નારાઝ હતા, પરંતુ છેલ્લા બે ત્રણ દિવસમાં માછીમારોની મોટાભાગની માંગો સ્વીકારતા ગુજરાત માછીમાર સમાજના પ્રમુખે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.