Congress Mission Gujarat Campaign: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. આજે બપોરે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ રાહુલ ગાંધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. અહીં તેમને જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ગુજરાત કોંગ્રેસના નવસર્જન માટે રાહુલ ગાંધી આજે ગુજરાતમાં ફરી એકવાર ધામા નાંખ્યા છે, AICC- પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો સાથે બેઠક કરીને સંગઠનનું નવસર્જન કરવા પર ચર્ચા વિચારણા કરશે. ખાસ વાત છે કે, છ દિવસમાં રાહુલ ગાંધીની આ બીજીવારની ગુજરાત મુલાકાત છે. આજે જિલ્લા અને મહાનગરોના 41 પ્રમુખો નક્કી કરવા નિરીક્ષકો સાથે બેઠક કરશે, અને આવતીકાલે મોડાસામાં હાજરી આપશે.
રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. આજે બપોરે રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા, અને ત્યાંથી સીધા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર ગયા હતા. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. આજે AICC- પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો સાથેની પ્રથમ બેઠકમાં સંગઠન સર્જન મુદ્દે રણનીતિ ઘડવામાં આવશે. કાર્યક્રમના સ્ટેજ પર માત્ર 5 લોકોને જ સ્થાન અપાયુ છે જ્યારે અન્ય તમામ નિરીક્ષકોને સ્ટેજની સામે એકસમાન સ્થાન અપાયું છે. રાહુલ ગાંધીની ટીમ બેઠકમાં 2 પ્રેઝેન્ટેશન રજૂ કરાશે, તમામ નિરીક્ષકોને રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે. AICCના 41, સાત સહાયક, PCCના 183 ઓબ્ઝર્વર વિચાર રજૂ કરશે. જિલ્લા પ્રમુખ-સમિતિઓની પસંદગીની પ્રક્રિયા-પદ્ધતિ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરાશે, અને આવતીકાલે 16 એપ્રિલે મોડાસામાં કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે. ગુજરાતમાં મૃતપાય થયેલી કોંગ્રેસને ફરીથી જીવિત કરવા માટે કોંગ્રેસના ટૉપ લીડર્સે કમાન હાથમાં પકડી છે.
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની આદે મંગળવારથી બે દિવસની મુલાકાત થવાની છે. બે દિવસીય મુલાકાત દરમિયાન ગુજરાતમાં જિલ્લા એકમોને મજબૂત કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાના છે. કોંગ્રેસ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, આ દરમિયાન તેઓ પાર્ટી કાર્યકર્તાઓને પણ સંબોધિત કરશે. ગુજરાતમાં ઘણા વર્ષો પછી યોજાયેલી આ બેઠકોને રાજ્યમાં રાજકીય વાપસી કરવાના પક્ષના પ્રયાસો તરીકે જોવામાં આવી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી સત્તાથી દૂર છે. ગાંધીની મુલાકાત એઆઈસીસી સત્ર અને સીડબ્લ્યુસીની બેઠક અમદાવાદમાં યોજાઈ હતી. AICC સત્ર પહેલા, રાહુલ ગાંધીએ રાજ્યમાં પાર્ટીના પુનરુત્થાન અંગે ચર્ચા કરવા માર્ચમાં ગુજરાતની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીનો મોડાસા પ્રવાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. 16 એપ્રિલના મોડાસામાં બુથ લેવલના 1200 કરતાં વધુ બુથ લીડર્સ સાથે ખાસ બેઠક કરવાના છે. અરવલ્લીથી પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાશે. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત બુથ લેવલની કામગીરી માટે કાર્યકર્તાઓ સાથે વિવિધ ચર્ચાઓ કરશે અને તેમને માર્ગદર્શન આપશે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 15 એપ્રિલ અને 16 એપ્રિલ બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ રાજ્યમાં પાયાના સ્તરે કોંગ્રેસ સંગઠનને પુનર્જીવિત કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે. આ પહેલને રાજ્યમાં સંગઠનને મજબૂત કરવાની દિશામાં પાર્ટી માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. જ્યાં કોંગ્રેસ છેલ્લા ત્રણ દાયકાથી સત્તાથી બહાર છે. આ પાયલોટ પ્રોજેક્ટ કોંગ્રેસની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે જેના હેઠળ પાર્ટી તે રાજ્યોમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે જ્યાં તેનો આધાર નબળો પડ્યો છે. ગુજરાતના રાજકારણમાં ભાજપના લાંબા વર્ચસ્વને પડકારવા કોંગ્રેસે હવે જિલ્લા કક્ષાએ સંગઠન મજબૂત કરવાની દિશામાં પગલાં લીધા છે.