ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા માટે સારાં સમાચાર આવ્યા છે. શનિવાર અને રવિવારે કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં બન્ને રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતાં. ઈમરાન ખેડાવાલાને આજે બપોરે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે.

ઈમરાન ખેડાવાલા કોરોના પોઝિટિવ આવતાં છેલ્લા 11 દિવસથી SVP હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જોકે તેમની તબિયત ખુબ સારી હતી. તેઓને કોઈ પ્રકારના હેવી સિમ્ટમ્સ દેખાયા નહોતા. હાલમાં છેલ્લી બે વખત કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવતાં આજે ડિસ્ચાર્જ કરવામાં આવશે.

આજે SVP હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ઈમરાન ખેડાવાલા 14 દિવસ હોમ કોરોન્ટાઈનમાં રહેશે. ઈમરાન ખેડાવાલાને કોરોના પોઝિટિવ આવવાની ઘટનાએ સમગ્ર ગાંધીનગર અને સચિવાલયને હચમચાવી દીધું હતું.