અમદાવાદઃ ગુજરાતી નાટકના જાણીતા કલાકાર સિદ્ધાર્થ રાંદરિયા પર નાટકના એક સીનમાં ગાયત્રી માતાનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે. ડ્રામાના સીનમાં ગાયત્રી મંત્ર સમયે દારૂ મુદ્દે થયેલી ડાયલોગબાજીને લઈ વિવાદ શરૂ થયો છે. આ અંગે સિદ્ધાર્થ રાંદેરિયાએ સ્પષ્ટતા કરી છે કે, ધાર્મિક લાગણી દુભાવવાનો મારો કોઈ હેતુ નહોતો. હિંદુ સંગઠન તરફથી ફરિયાદની ચીમકીને પગલે રાંદેરિયાએ આ સ્પષ્ટતા કરી છે.


સાતથી આઠ વર્ષ જૂના નાટકના એક સીનને લઈને વિવાદ થયો છે. નાટકના એક સીનમાં ગાયત્રી માતાનું અપમાન કરવાનો સિદ્ધાર્થ રાંદેરિયા પર આરોપ લાગ્યો છે. પોતાની ભૂલ સમજીનું હું દેશ -વિદેશમાં વસતા તમામ લોકોની માફી માગું છું. આવી ભૂલ ફરી નહીં થાય, તેમ સિદ્ધાર્થ રાંદેરિયાએ જણાવ્યું છે.



સિદ્ધાર્થ રાંદેરિયાએ આ નાટકના સીન અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, નમસ્તે મિત્રો, હું સિદ્ધાર્થ રાંદેરિયા. આજે મારે હૃદયપૂર્વક મારે એક ખુલાસો કરવો છે. મારી ગુજ્જુભાઈ સિરીઝનું એક નાટક ગુજ્જુભાઈની ગોલમાલના એક દ્રશ્યમાં બહુ અનિચ્છનીય રીતે જ ગાયત્રી મંત્રનો ઉલ્લેખ થયો. આ નાટક લગભગ 7-8 વર્ષ જૂનુ છે. પરંતુ એના લીધે ઘણા ઘણા લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. તો આજે મારે આ જાહેર નિવેદન દ્વારા એટલું કહેવું છે કે એની પાછળ ધાર્મિક લાગણીઓને દુભાવવાનો કે ઉલ્લંઘવાનો કોઈ જ આશય નહોતો. એના માટે જ આ ઇરાદા રહિત ભૂલ માટે દેશ-વિદેશમાં વસતા મારા તમામ દર્શકોની હું અંતઃકરણ પૂર્વક માફી માંગું છું અને તમને ખાતરી આપું છું કે આવી ભૂલ ક્યારેય નહીં થાય. મિત્રો તમારા સાથ અને સહકારની અપેક્ષા રાખું છું. જયહિંદ.