Ahemdabad News:અમદાવાદ શહેરમાં ફરી PGને લઈને વિવાદ સર્જાયો છે. અમદાવાદની આનંદનગર વિસ્તારમાં સ્થાનિકોએ  પીજીમાં રહેતા યુવક યુવતીના વર્તનને લઇને સવાલો ઉઠાવ્યાં છે.  અમદાવાદની રેડિયો મિર્ચી રોડના નિલકંડ એલીગન્સમાં PGમાં રહેનારના પાસ વગર એન્ટ્રી આપવાનો ઈન્કાર કરતા હોબાળો થયો છે. ઉલ્લેખનિય છે કે,  સોસાયટીની સેફટી માટે પ્રવેશ માટે ફરજીયાત પાસ સિસ્ટમ કરવામાં આવી છે જો કે પીજીમાં રહેતા લોકો પાસે પાસ  ન હોવાથી એન્ટ્રીને લઇને બબાલ થઇ હતી. સ્થાનિકોએ પીજીમાં રહેતા યુવક યુવતી પર કટેલાક આરોપ લગાવતા તેમનાથી હેરાનગતિ થતી હોવાના આક્ષેપ કર્યાં છે.                                                                                                                   

  


પીજીમાં રહેતા લોકો સોસાયટીના નિયમોનું પાલન ન કરતા હોવાનો  અને દાદાગીરી કરતા હોવાનો અને નશો કરતો હોવાનો સ્થાનિકોએ  આરોપ લગાવ્યો છે. યુવક-યુવતીઓ જાહેરમાં ચેનચાળા કરતા હોવાનો સ્થાનિકોનો આરોપ કર્યો છે.તો બીજી તરફ PGના યુવક-યુવતીઓએ પણ સ્થાનિકો પર કેટલાક આરોપ લગાવ્યા છે. પીજીમાં રહેતા વિદ્યાર્થીઓને મકાન માલિકે કોઇ નોટિસ આપ્યા વિના જ  મકાન ખાલી કરવાનું કહ્યું હોવાની પણ ફરિયાદો સામે આવી છે. સમગ્ર બબાલની જાણ થતાં આનંદનગર પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી હતી.ઉલ્લેખનિય છે કે વર્ષોથી અમદાવાદમાં મોટી પીજી સિસ્ટમ ચાલે છે. સૌરાષ્ટ્રથી અભ્યાસ કે નોકરી અર્થે આવતા  અનેક યુવક-યુવતીઓ  PGમાં રહે છે. પ્રતિ માસ પર હેડ દસથી લઈ 15 હજારનો PGનો ચાર્જ વસૂલવામાં આવે છે.