સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હાલ, ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 10,897 છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3690 એક્ટિવ કેસ છે. આ પછી સૌથી વધુ એક્ટિવ કેસ સુરતમાં 2930 છે. આમ, એક્ટિવ કેસની બાબતમાં અમદાવાદ સુરતની નજીક પહોંચી રહ્યું છે. સુરતમાં જે પ્રકારે કેસો આવી રહ્યા છે, તે જોતાં થાડો દિવસમાં સુરતના એક્ટિવ કેસો અમદાવાદ કરતાં વધી શકે છે. છેલ્લા એક અઠવાડિયાની વિગતો જોઇએ તો સુરતમાં છેલ્લા એક અઠવાડિયામાં 7મી જૂલાઇથી 13મી જુલાઇ દરમિયાન કુલ 1906 કેસ નોંધાયા છે. જેની સામે 959 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 31 લોકોના મોત થયા છે. સાજા થયેલા અને મોતની સંખ્યા બાદ કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં જ સુરતમાં એક્ટિવ કેસમાં 916નો વધારો થયો છે. તેની સામે અમદાવાદની વાત કરીએ તો  છેલ્લા એક અઠવાડિયામાં 7મી જૂલાઇથી 13મી જુલાઇ દરમિયાન કુલ 1184 કેસ નોંધાયા છે.  જેની સામે 978 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 28 લોકોના મોત થયા છે. સાજા થયેલા અને મોતની સંખ્યા બાદ કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદમાં એક્ટિવ કેસમાં માત્ર 178નો વધારો થયો છે. આમ, છેલ્લા એક જ અઠવાડિયામાં સુરતમાં અમદાવાદ કરતાં 738 એક્ટિવ કેસ વધુ નોંધાયા છે. આમ, ગઈ કાલે સાંજ સુધીના એક્ટિવ કેસોની વાત કરીએ તો અમદાવાદમાં સુરત કરતાં 760 એક્ટિવ કેસ વધુ છે. ગયા અઠવાડિયા પ્રમાણે જ જો સુરતમાં કેસોમાં કાબૂ ન આવે તો આવતા અઠવાડિયા સુધીમાં સુરત ગુજરાતમાં સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતો જિલ્લો થઈ જશે.
Date Surat  Discharge Death Ahmedabad  Discharge Death
13-07-2020 287 186 5 164 125 3
12-07-2020 251 138 5 172 133 4
11-07-2020 270 136 3 178 126 4
10-07-2020 269 118 4 165 161 5
09-07-2020 307 124 6 162 139 5
08-07-2020 273 181 5 156 170 5
07-07-2020 249 76 3 187 124 5
Total 1906 959 31 1184 978 28