અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ અમદાવાદમાં કોરોનાના કેસો કંટ્રોલમાં આવી રહ્યા છે, ત્યારે હવે શહેરમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં, તે માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદના એસટી સ્ટેશનો પર આવનારા તમામ લોકોનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.


શહેરના રાણીપ બસ સ્ટેશન પર સવારથી અત્યાર સુધી 290 લોકોના એન્ટીજન ટેસ્ટ કરાયો છે. આજે રાણીપ સ્ટેશન પર રાજસ્થાનથી આવેલા યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતાં ગભરાયેલા દર્દીએ બસ સ્ટેશનની બહાર ભાગવા પ્રયાસ કરતા 108 દ્વારા હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો.

સાંજના 4 કલાક સુધી બસ સ્ટોપ પર એન્ટીજન ટેસ્ટ કરવામાં આવનાર છે. સોમવારે બસ મથકો પર 1478 જેટલા એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 16 લોકોના કોરોના પોઝિટિવ આવ્યા હતા. રાણીપ બસ ટર્મિનસ પર સોમવારે 387 લોકોના એન્ટીજન ટેસ્ટ કરાયા હતા.