અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હાલ, રાજ્યમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 11351 એક્ટિવ કેસો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3635 એક્ટિવ કેસો છે. આ પછી સુરતમાં 2924 એક્ટિવ કેસો છે. સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા 10 જિલ્લામાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જેમાં ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

એટલું જ નહીં, સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા ટોપ-5 જિલ્લામાં સૌરાષ્ટ્રના બે ભાવનનગરમાં 572 અને રાજકોટમાં 586 એક્ટિવ કેસો છે. તેમજ સુરેન્દ્રનગર આઠમાં સ્થાને 248 એક્ટિવ કેસો છે.

સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા ટોપ-10 જિલ્લાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ત્રણ, સૌરાષ્ટ્રના 3, દક્ષિણ ગુજરાતના ત્રણ અને એક મધ્ય ગુજરાતના જિલ્લાનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં સૌથી વધુ એક્ટિવ કેસો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને ભરુચમાં સૌથી વધુ એક્ટિવ કેસો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરામાં સૌથી વધુ 684 એક્ટિવ કેસો છે.
Ahmedabad 3635
Surat 2924
Vadodara 684
Rajkot 586
Bhavnagar 572
Gandhinagar 291
Mehsana 277
Surendranagar 248
Valsad 236
Bharuch 230