IIM અમદાવાદમાં દિવસને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. હોળી અને ધૂળેટીના પર્વના બે દિવસમાં કેમ્પસમાં કરાયેલા વધુ 116 લોકોના ટેસ્ટ કરાતા આ પૈકી 16 લોકો કોરોના પોઝિટિવ આવતા સંક્રમિતોની સંખ્યા 70 પર પહોંચી છે.
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી IIMના છ વિદ્યાર્થીઓ 12 માર્ચના રોજ મેચ જોવા ગયા હતા. જે બાદ છમાંથી પાંચ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. પરંતુ તેમ છતાં તેમને પરીક્ષા આપવાની હોવાથી માહિતી છૂપાવી એ હવે ભારે પડી રહી છે.
29 માર્ચ સુધીમાં IIMમાં કોરોના (Corona virus) પોઝિટિવ લોકોનો આંકડો 70 ઉપર પહોંચ્યો છે. આમ કોરોના (Covid-19) કાળમાં અત્યાર સુધીમાં IIMમાં 180થી વધુ લોકો સંક્રમિત થયા છે. જેમાં 70થી વધુ વિદ્યાર્થીઓ, 4 પ્રોફેસર, કેમ્પસ સ્ટાફના 42 સભ્યો, 19 કમ્યુનિટી અને અન્ય સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.
કોરોના વાયરસ (Coronavirus)ના કેસ છેલ્લા ત્રણ દિવસથી ઓછા નોંધાઈ રહ્યા છે. નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 2220 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 10 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1988 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,88,565 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12263 પર પહોંચ્યા છે. જેમાંથી 147 લોકો વેન્ટિલેટર પર અને 12116 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.51 ટકા પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 5, સુરત કોર્પોરેશન(SMC)માં 4, અને વનડોદરામાં 1 મોત સાથે કુલ 10 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4510 લોકોના કોરોનાથી મોત થયા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1988 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,88,565 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12263 છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 606, સુરત કોર્પોરેશનમાં 563, વડોદરા કોર્પોરેશનમાં 209 , રાજકોટ કોર્પોરેશનમાં 164, સુરત 84, વડોદરા 48, રાજકોટ 43, ભાવનગર કોર્પોરેશન-38, નર્મદા 37, જામનગર કોર્પોરેશન 27, ગાંધીનગર કોર્પોરેશન 26, મહેસાણા 26, ગાંધીનગર 25, મહીસાગર 25, ખેડા 24, પાટણ 23, દાહોદ 22, મોરબી 21, અમરેલી 20, પંચમહાલ 20, જામનગર 19, આણંદ 18, કચ્છ 17, સાબરકાંઠા 16, સુરેન્દ્રનગર 14, ભરૂચ 13, વલસાડા13, ભાવનગર 10, છોડા ઉદેપુર 8 અને અમદાવાદમાં 7 કેસ નોંધાયા હતા.
કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1988 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,88,565 છે.
સુરત કોર્પોરેશનમાં 601, અમદાવાદ કોર્પોરેશનમાં 578, વડોદરા કોર્પોરેશનમાં 160 , રાજકોટ કોર્પોરેશનમાં 123, સુરત 101, રાજકોટ 25 લોકો ડિસ્ચાર્જ થયા છે.