અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગઈ કાલે ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 861 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં અનલોક-2માં કોરોનાના કેસોની સંખ્યા મોટા પ્રમાણમાં વધી રહી છે. ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ ૩૬ વ્યક્તિને કોરોના સંક્રમણ થાય છે.

એટલું જ નહીં, ગુજરાતમાં કુલ મરણાંક પણ 2 હજારને પાર થઈ ગયું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ વ્યક્તિના મોત થયા છે. દૈનિક કેસો બાદ મૃત્યુઆંકમાં પણ સુરતે અમદાવાદને પાછળ મૂક્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 15 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન - 5, સુરત કોર્પોરેશન - 4, સુરત 2, અરવલ્લી-1, પાટણ- 1, બનાસકાંઠા-1, ભરૂચ-1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2010પર પહોંચ્યો છે.

આજે 429 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 39, 280 પર પહોંચ્યો છે, જ્યારે મૃત્યાઆંક 2010 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 27742 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 27742 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 9528 એક્ટિવ કેસ છે, જેમાંથી 72 વેલ્ટીલેટર પર છે અને 9456 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,41,692 ટેસ્ટ કરવામાં આવ્યા છે.