અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોની શરૂઆત થઈ અને કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની સ્થિતિ પ્રમાણે જિલ્લાઓને ગ્રીન, રેડ અને ઓરેન્જ એમ ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના પાંચ જિલ્લાઓ ગ્રીન ઝોનમાં સમાવાયા હતા. આ જિલ્લાઓમાં પોરબંદર, મોરબી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને અમરેલીનો સમાવેશ થાય છે.

આ જિલ્લાઓની વાત કરીએ તો આ પાંચ જિલ્લામાંથી સૌથી કોરોનાના એક્ટિવ કેસો જૂનાગઢ જિલ્લામાં છે. જૂનાગઢમાં 183 એક્ટિવ કેસો છે. જ્યારે 196 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ 6 લોકોના મોત થયા છે. આ પછી અમરેલીમાં 57 એક્ટિવ કેસો છે. જ્યારે 83 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ 9 લોકોના મોત થયા છે.

આ પછી મોરબીમાં 49 એક્ટિવ કેસો છે. જ્યારે 34 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ કુલ 3 લોકોના મોત થયા છે. આ સિવાય દેવભૂમિ દ્વારકામાં 4 એક્ટિવ કેસો છે. તેમજ 22 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ 3 લોકોના કોરોનાથી મોત થયા છે. સૌથી ઓછી અસર પોરબંદ જિલ્લામાં છે. 3 એક્ટિવ કેસ છે. જ્યારે 19 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ 2 લોકોના કોરોનાથી મોત થયા છે.

આ જિલ્લામાંથી બે જિલ્લા દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લા એવાં છે, જેમાં ગુજરાતમાં સૌથી ઓછા એક્ટિવ કેસો છે. તેમજ નવા કેસો ખૂબ જ ઓછા આવે છે, ત્યારે આ બે જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે.