અમદાવાદ: ગુજરાતમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે એસટી બસ સંચાલનને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સુરતથી અમદાવાદ અને અમદાવાદથી સુરત આવતી બસો બંધ કરી દેવામાં આવી છે. સુરતમાં વધી રહેલા કોરોનાના કેસોને લીધે લોકો અમદાવાદ તરફ આવી રહ્યાં ત્યારે લોકોના સ્વાસ્થ્યની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સુરતમાં કોરોનાના કેસોમાં સતત વધારે થતાં એસટી સંચાલનને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. સુરતથી અમદાવાદ અને અમદાવાદથી સુરત અવર-જવર કરતી બસોને બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી વાહનોમાં આવતા લોકોનું અમદાવાદમાં એન્ટર થતાં પહેલાં જ સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત થોડા દિવસથી ખાનગી ટ્રાવેલ્સે પણ અમદાવાદથી સુરતનું બુકિંગ બંધ કરી દીધું છે. સુરતમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ સુરતમાં વધતા કોરોનાના કેસો ચિંતાનો વિષય છે.
અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર કોરોના ચેકપોસ્ટ ઉભી કરાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. સુરતથી આવતાં મુસાફરોનો રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો હતો. શનિવાર સુધી અંદાજે 600 જેટલા ટેસ્ટ કરાયા હતા જેમાં 23 લોકોનાં ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતા. 2 લોકોને અમદાવાદની ખાનગી હોસ્પિટમાં ખસેડાયા જ્યારે 2 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયા અને 19 લોકોને સુરત પરત મોકલી દેવામાં આવ્યા હતાં.
અમદાવાદથી સુરત આવતી જતી બસોને લઈને શું લેવાયો મોટો નિર્ણય? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jul 2020 09:24 AM (IST)
ગુજરાતમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે એસટી બસ સંચાલનને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સુરતથી અમદાવાદ અને અમદાવાદથી સુરત આવતી બસો બંધ કરી દેવામાં આવી
- - - - - - - - - Advertisement - - - - - - - - -