District Name | Active Positive Cases | Cases Tested for COVID19 | Patients Recovered | People Under Quarantine | Total Deaths |
Amreli | 410 | 37901 | 889 | 61838 | 19 |
Bhavnagar | 471 | 77640 | 2358 | 3204 | 45 |
Botad | 121 | 18599 | 383 | 585 | 5 |
Devbhoomi Dwarka | 146 | 18461 | 133 | 4 | 4 |
Gir Somnath | 156 | 27982 | 821 | 6058 | 14 |
Jamnagar | 447 | 63244 | 2315 | 10790 | 28 |
Junagadh | 228 | 48891 | 1532 | 1878 | 30 |
Kutch | 337 | 35147 | 960 | 4537 | 30 |
Morbi | 207 | 26278 | 729 | 381 | 14 |
Porbandar | 39 | 18340 | 286 | 585 | 4 |
Rajkot | 2033 | 98622 | 2803 | 6657 | 92 |
Surendranagar | 300 | 43239 | 890 | 8922 | 8 |
Total | 4895 | 514344 | 14099 | 105439 | 293 |
હવે ગુજરાતના આ વિસ્તારોમાં કોરોના મચાવી રહ્યો છે હાહાકાર, એક્ટિવ કેસો 5 હજાર નજીક પહોંચ્યા, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Sep 2020 10:48 AM (IST)
સૌરાષ્ટ્ર-કચ્છમાં એક્ટિવ કેસો 5 હજારની નજીક પહોંચી ગયા છે. તેમજ પોરબંદર જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લામાં એક્ટિવ કેસો 100થી વધુ છે.
NEXT
PREV
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે કોરોનાનું એપી સેન્ટર અમદાવાદ- સુરત પછી રાજકોટ તરફ મૂવ કરી રહ્યું છે. ગઈ કાલે જ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પણ જણાવ્યું હતું કે, રાજકોટમાં કોરોનાનો રાઇઝિંગ ટ્રેન્ડ શરૂ થયો છે. જેથી હવે રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓએ ચેતી જવાની જરૂર છે. કારણ કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં એક્ટિવ કેસો 5 હજારની નજીક પહોંચી ગયા છે. તેમજ પોરબંદર જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લામાં એક્ટિવ કેસો 100થી વધુ છે.
ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 15708 છે, જેમાંથી સૌરાષ્ટ્ર-કચ્છના જ એક્ટિવ કેસો 4895 છે. જેમાંથી માત્ર રાજકોટ જિલ્લામાં જ કોરોનાના કુલ એક્ટિવ કેસો 2033 છે. રાજકોટ જિલ્લો એક્ટિવ કેસોની દ્રષ્ટીએ અમદાવાદ અને સુરત પછી ત્રીજા નંબરે આવે છે.
એક સમયે સૌરાષ્ટ્રમાં જ ગ્રીન ઝોનમાં પાંચ જિલ્લા સમાવિષ્ટ હતા. જેમાં અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબી અને પોરબંદરનો સમાવેશ થતો હતો. આ જિલ્લાઓની વર્તમાન સ્થિતિ જોઇએ તો અમરેલીમાં 410, જૂનાગઢમાં 228, ગીર સોમનાથમાં 156, મોરબીમાં 207 અને પોરબંદરમાં 39 એક્ટિવ કેસો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -