અમદાવાદઃ દિવાળી પછી અમદાવાદ શહેરમાં કોરોનાએ ઉથલો માર્યા પછી હવે શહેરીજનો માટે કોરોનાના કેસોને લઈને થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ પર થોડા અંશે કાબુમાં આવ્યો છે. હાલ સિવિલ હોસ્પિટલ પરિસરમાં 707 દર્દીઓ સારવાર હેઠળ છે.

દિવાળી સુધીમાં અને દિવાળી બાદ એક દિવસમાં 100 જેટલા કેસ આવતા હતા. હાલ એક દિવસમાં 40 જેટલા દર્દીઓ સિવિલમાં દાખલ થઈ રહ્યા છે. દિવાળીના સમયગાળામાં કોરોનાની 1200 બેડ હોસ્પિટલ ફૂલ થઈ હતી. હાલ સિવિલની 1200 બેડમાં 400 થી વધુ બેડ ખાલી છે. આ જ સ્થિતિ રહી તો આગામી સમયમાં કોરોનાનો ગ્રાફ નીચે જવાનો તબીબોનો અંદાજ છે.

દિવાળીના સમયગાળામાં ધારણા કરતા વધુ નાગરિકો સંક્રમિત થયા બાદ હાલ સ્થિતિ પર મહદઅંશે અંકુશ હોવાનું સિનિયર તબીબે જણાવ્યું હતું.